યુવકે Amazonને લગાવ્યો રૂ. 50 લાખનો ચૂનો, આ રીતે કરી છેતરપિંડી

October 11, 2017 - harshid patel

No Comments

અહીંયા શિવમ ચોપરા નામના એક 21 વર્ષીય યુવકે ઓનલાઇન સ્ટોર એમેઝોન પરથી 166 મોંઘાદાટ મોબાઇલ ફોન્સ ખરીદ્યાં અને પછી મને મોબાઇલનું ખાલી બોક્સ જ મળ્યું છે તેવી ફરિયાદ કરીને એમેઝોન પાસેથી લાખો રૂપિયાનું રિફંડ મેળવ્યું. દિલ્હી પોલીસે જણાવ્યું કે તે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

એમેઝોનને છેતરીને યુવકે રૂ.50 લાખ મેળવ્યા
– પોલીસે જણાવ્યું કે એમેઝોનને ખ્યાલ આવે કે તેમને ઠગવામાં આવી રહ્યા છે, તે પહેલા શિવમ ચોપરાએ એમેઝોનને છેતરીને આ વર્ષે એપ્રિલ અને મે મહિનામા રૂ. 50 લાખ મેળવ્યા. તે પછી એમેઝોને પોલીસમાં ફરિયાદ નોંધાવી.
– શિવમ ચોપરાએ નોર્થ દિલ્હીના રોહિણીમાં આવેલી એક ઇન્સ્ટિટ્યૂટમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને તે પછી તેણે કેટલીક નોકરીઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે નોકરીમાં બહુ ટકી શકતો ન હતો અને આખરે તે બેરોજગાર બની ગયો.
– આ વર્ષે માર્ચમાં તેના મગજમાં આ આઇડિયા આવ્યો અને તેણે એક પ્રયોગ તરીકે બે ફોન ઓર્ડર કર્યા. તેણે રિફંડ માટે માંગણી કરી અને તેને મળી ગયું.
– તે પછીના બે મહિના સુધી તેણે એપલ, સેમસંગ અને વનપ્લસના મોબાઇલ ફોન્સ ઓર્રડ કરી કરીને લાખો રૂપિયા બનાવ્યા.
ઓર્ડર કરેલા ફોન તે અન્ય ઓનલાઇન માર્કેટપ્લેસ કે દિલ્હીના ફોન માર્કેટમાં વેચી નાખતો
– આ ફોન્સ પછી તે અન્ય ઓનલાઇન માર્કેટપ્લેસ જેવાંકે OLX અથવા ગ્રાફર માર્કેટ પર વેચી નાખતો અથવા તો પછી મોબાઇલ ફોન્સ અને અન્ય ઇમ્પોર્ટેડ ગુડ્સ માટેના વેસ્ટ દિલ્હીના માર્કેટમાં વેચી દેતો હતો.
– વેસ્ટ દિલ્હીના આ માર્કેટને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે 2014ની ગ્લોબલ પાઇરસીમાં વિશ્વના ‘નોટોરિયસ માર્કેટ’ તરીકે ઓળખાવ્યું છે.
– શિવમના ઘર પાસે આવેલા એક નાનકડા ટેલિકોમ સ્ટોરના 38 વર્ષીય માલિક સચિન જૈને તેને જુદાં-જુદાં નામોથી ફોનના ઓર્ડર પ્લેસ કરવા માટે 141થી પણ વધુ પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ સપ્લાય કર્યા હતા. સચિનની પણ ધરપકડ કરવામાં આવી છે. તે પ્રત્યેક નંબરદીઠ રૂ.150 ચાર્જ કરતો હતો.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *