આશીષ નેહરા ક્રિકેટમાંથી લેશે વિદાય, આ મેચ હશે અંતિમ

October 12, 2017 - harshid patel

No Comments

ભારતીય ક્રિકેટ ટીમના સીનીયર બોલર આશિષ નહેરા ક્રિકેટના તમામ ફોરમેટમાંથી નિવૃત્તિ લેશે. 38 વર્ષીય ભારતીય બોલર ન્યૂઝિલેન્ડ સામે 1 નવેમ્બરે રમાનારી  ટ્વેન્ટી-20 રમીને નિવૃત્તિ લેશે. નેહરાએ નવી દિલ્હીના કોટલા મેદાન પર કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને વિદાય લેવાનું આયોજન કર્યું છે. નેહરા હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-20માં ભારતીય ટીમમાં સામેલ છે. આ અંગે નેહરાએ કહ્યુ છે કે, હવે કોઈ યુવા ખેલાડીને મારા સ્થાને તક આપવામાં આવે તો તે યોગ્ય ગણાશે. મળતી માહિતી મુજબ નેહરા આવતા વર્ષમા થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમવાનો નથી.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *