સરકારી કર્મચારિયોઓને મળી દિવાળી ગીફ્ટ, સરકારે કરી મહત્વની જાહેરાત

October 12, 2017 - harshid patel

No Comments

આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેરાત કરી છે. પહેલા એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ગુજરાતની ચૂંટણીની જાહેરાત પણ સાથે જ કરવામાં આવશે. જોકે, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કરીને દીવાળી પર ‘ચૂંટણી ગિફ્ટ’ આપતા હોય તે રીતે એક બાદ એક જાહેરાત કરીને લોકોને ખુશ કરવા પ્રયાસ કર્યો હતો. જેમાં વર્ગ 4ના કર્મચારીઓને 3500 લેખે બોનસ, ઔડાના રિંગ રોડ પર ટોલ ટેક્સમાં પેસેન્જરને મુક્તિ અને સફાઈ કર્મીઓને કાયમી કરવા માટેના નિયમ તેમજ રહેમરાહે ભરતીની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત
– વર્ગ-4ના 35 હજાર કર્મીઓને 3500મી મર્યાદામાં બોનસ.
– સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં મહેકમ 48 ટકા મર્યાદામાં કાયમી કરવા માટે સરકારની પરવાનગીમાંથી મુક્તિ.
– રોજમદારોને કાયમી કરવા મંજૂરી.
– સફાઈ કર્મીઓને આકસ્મિક મોત થાય તો ઉચ્ચક રકમ નહીં પરંતુ રહેમરાહે નોકરી અપાશે.
– રાજ્ય અને પંચાયતના કર્મીઓના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને 1 ટકાના મોંઘવારી ભથ્થાનો લાભ.
– મકાન ખરીદી પર બિલ્ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પૂર્ણ કરી કોમન જીડીસીઆર અમલ.
– પાટીદારો પરના 109 કેસોમાંથી 136 કેસ પાછા ખેંચવાનો નિર્ણય

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *