ગરોળી કે પછી કીડો? જાણો શું છે વિચિત્ર દેખાતા આ જીવની ખાસિયત!

October 12, 2017 - Devang prajapati

No Comments

આખરે શું છે આ વિચિત્ર અને વિલક્ષણ જીવ, કીડો કે ગરોળી પર ચાલી રહી છે ચર્ચા

+2 બીજી સ્લાઈડ્સ જુઓ
અજબ ગજબ ડેસ્કઃ દુનિયામાં અનેક વિચિત્ર જીવ જોવા મળે છે. અનેક વાર કેટલાક જીવને જોઇને તેના નામ માટે આપણે કન્ફ્યુઝ થઇએ છીએ કે આ જીવ ખરેખર શું છે? આ હરોળમાં આવે છે મેક્સિકન મોલ લિઝર્ડનું નામ. લોકોમાં ચર્ચા છે કે આખરે આ જીવનું નામ શું છે. કેટલાક તેને ગરોળી માને છે તો કોઇ અલગ પ્રકારનો કીડો. તેની ઓળખ માટે ચર્ચાઓ ચાલી રહી છે.
નામ પ્રમાણે આ એક ગરોળી છે. જૂના સમયમાં કેટલાક લોકો તેને સાપ ગણે છે. તે જમીનની નીચે રહે છે. આ કારણે તેની બોડી મેલેનિન પ્રોડ્યૂસ કરતી નથી. મેલેનિનની ખામીથી આ વિચિત્ર જીવનો રંગ સફેદ અને આછો ગુલાબી હોય છે. કેટલાક લોકો તેને પાંચ અંગૂઠાનો વર્મ લિઝર્ડ પણ ગણે છે. તેની લંબાઇ 9.4 ઇંચની હોય છે. તે ખાસ કરીને કેલિર્ફોનિયામાં જોવા મળે છે.
આ હોય છે તેમની ખાસિયત
– માદા જુલાઇ મહિનામાં 1-4 ઇંડા આપે છે.
– ઇંડામાંથી બાળકો 2 મહિના બાદ નીકળે છે.
– તે કીડીના લાવા, અર્થવર્મ અને ગરોળી પણ ખાઇ લે છે.
– તે 2 વર્ષ સુધી જીવે છે.

Devang prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *