નોટબંધીને લોકો યોગ્ય રીતે ન સમજ્યાઃ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જેટલી

October 12, 2017 - maya sindhav

No Comments

રિયલ એસ્ટેટને ટૂંક સમયમાં જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે, તેનાથી લોકોને ફાયદો થશે

હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંબોધન કરતાં નાણામંત્રી અરૂણ જેટલી.

વોશિંગ્ટન/નવી દિલ્હીઃ અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે ગયેલા નાણામંત્રી અરૂણ જેટલીએ આજે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ભારતમાં એક સુસ્ત ટેક્સ સિસ્ટમ છે. અમે તેને ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે ટેક્સ પ્રણાલીનો બેસ વધારી રહ્યા છીએ. હજુ પણ કેશ મોટી સમસ્યા છે. રિયલ એસ્ટેટને ટૂંક સમયમાં જીએસટી અંતર્ગત લાગુ કરવામાં આવી શકે છે.

નોટબંધીને લોકો યોગ્ય રીતે ન સમજ્યા
જેટલીએ કહ્યું કે, નોટબંધીને લોકો યોગ્ય રીતે સમજ્યા નથી. બેંકમાં પૂરી રકમ આવી જવાનો મતલબ એવો નથી કે બધા રૂપિયા વ્હાઈટ છે. ભારતમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ ઘણો ભ્રષ્ટ છે, તેથી અમે ટેક્સને ઓનલાઇન ભરવાનું સરળ બનાવી રહ્યા છીએ.
રિયલ એસ્ટેટને GST હેઠળ લવાશે
જેટલીએ કહ્યું કે, રિયલ એસ્ટેટને ટૂંક સમયમાં જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે. તેનાથી લોકોને ફાયદો થશે. ગુવાહાટીમાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેના પર ફેંસલો થઈ શકે છે.
માત્ર 55 લાખ લોકોએ જીએસટી અંતર્ગત ટેક્સ ભર્યો
ભારતમાં માત્ર 55 લાખ લોકો જ જીએસટી અંતર્ગત ટેક્સ ભરે છે. તેમાંથી પણ 40 ટકા લોકોએ જીરો ટેક્સ ભર્યો છે. ભારતમાં પર્સનલ ઈન્કમનો સૌથી ઓછો ગ્રાફ છે. દેશમાં જે લક્ઝરી સેગમેન્ટ છે તેમની ઈન્કમને હવે ખર્ચના આધારે ટ્રેસ કરી શકાશે.
લાંબાગાળાએ થશે ફાયદો
નોટબંધી અને જીએસટીથી લાંબાગાળાએ દેશને ફાયદો થશે. ટૂંકાગાળામાં થોડો પડકાર જોવા મળી શકે છે. નોટબંધીનો હેતુ રોકડ જપ્ત કરવાનો નહોતો પરંતુ રૂપિયાના માલિકની ઓળખ કરવાનો હતો. યુવા ભારતે આ વાતનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ જૂનું ભારત કેશ વગર નથી ચાલતું. રાજ્ય સરકારોએ જીએસટીને સમર્થન કર્યું છે. જીએસટીથી 80 ટકા સુધીની ઈન્કમ રાજ્ય સરકારના ખાતામાં જ જમા થઈ રહી છે.
બેંકિંગ સેક્ટરની કેપિસિટી રિબિલ્ડ કરવાનો પ્લાન
જેટલીએ કહ્યું કે, ભારત સરકાર બેંકિંગ સેક્ટરની કેપિસિટી રિબિલ્ડ કરવા પર કામ કરી રહી છે. જે અમારો ટોપ એજન્ડા છે. બેંકિંગ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારો ગ્રોથ નક્કી કર્યો છે.

maya sindhav

Leave a comment

Your email address will not be published. Required fields are marked *