ચૂંટણી પંચ આજે ગુજરાત-હિમાચલની ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા

October 12, 2017 - Devang prajapati

No Comments

ચૂંટણી પંચ ગુરૂવારે સાંજે 4 વાગ્યે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ગુરૂવારે સાંજે 4 વાગ્યે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોંધશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં અને ગુજરાત સરકારનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.
ગુજરાત-હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે
– ગુરૂવારે સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
– ચૂંટણી પંચ બંને રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ એક સાથે જ જાહેર કરી શકે છે.
– ચૂંટણી પંચે બે દિવસ પહેલાં જ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે બાદ ચૂંટણી પંચના પ્રવકતાએ સોમવારે કે દિવળી પછી ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાજપ-કોંગ્રેસ તૈયાર
– ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. કેન્દ્ર સરકારના કહેવાથી જ રાજ્ય સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતનો મોર્ચો સંભાળ્યો છે. રાહુલે છેલ્લાં 15 દિવસમાં બે વખત ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે જ્યારે ફરી તેઓ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવે તેવી શક્યતા છે.
– તો પીએમ મોદી પણ છેલ્લાં કેટલાંક સમયથી વારંવાર ગુજરાતની મુલાકાત લઈ ચુક્યાં છે. ગત મહિને જ વડાપ્રધાને બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કર્યો. તો સરદાર સરોવર ડેમ અને અનેક યોજનાઓની શરૂઆત કરી. પીએમ હાલમાં જ ગૃહનગર વડનગર પણ ગયા હતા.
– નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં બાદ ગુજરાતમાં તેમના વગર આ પ્રથમ ચૂંટણી છે. મોદીની આગેવાનીમાં ભાજપે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.
બંને રાજ્યમાં હાલની સ્થિતિ
– ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકમાંથી ભાજપ પાસે 120, કોંગ્રેસ પાસે 43, NCP – 2 અને JD(U) તેમજ અપક્ષ એક એક બેઠક ધરાવે છે.
– હિમાચલ પ્રદેશ વિધાનસભાની કુલ 68 બેઠક છે, જેમાં 36 સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ છે તો 27 ભાજપ પાસે અને 5 અપક્ષ પાસે છે.

Devang prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *