આરૂષિ મર્ડર કેસઃ તલવાર દંપતીની અરજી પર HC આપી શકે છે ફેંસલો

October 12, 2017 - Devang prajapati

No Comments

વર્ષ 2013માં CBIની સ્પેશિયલ કોર્ટે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી.

અલ્હાબાદ/ગાઝિયાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચિત આરૂષિ અને હેમરાજ મર્ડર કેસમાં CBI અદાલતના ફેંસલા વિરૂદ્ધ રાજેશ તલવાર અને નૂપુર તલવારની અરજી પર ગુરૂવારે ફેંસલો સંભળાવી શકે છે. વર્ષ 2013માં CBIની સ્પેશિયલ કોર્ટે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ચૂકાદા વિરૂદ્ધ દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
– 16 મે, 2008નાં રોજ દિલ્હી નજીક આવેલાં નોઈડાના જલવાયુ વિહાર સ્થિત ઘરમાં 14 વર્ષની આરૂષિનું મર્ડર થઈ ગયું હતું. આરૂષિની હત્યા ગળું કાપીને કરવામાં આવી હતી. લગભગ સાડા પાંચ વર્ષ ચાલેલી તપાસ અને સુનાવણી પછી CBI સ્પેશિયલ કોર્ટે તેના માતા-પિતાને દોષિત જાહેર કર્યા હતા.
– આરૂષિ સાથે હેમરાજનું મર્ડર થયું હતું. 45 વર્ષના હેમરાજની બોડી આરૂષિના મર્ડરના એક દિવસ બાદ તલવાર દંપતીના ઘરની છત પર એક કૂલરમાંથી મળી હતી. હેમરાજ તલવાર દંપતીના ઘરમાં કામ કરતો હતો.
– આ મામલો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. લોકો આરૂષિના હત્યારાઓને સજા અપાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં હતા. તે સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ તપાસ CBIને સોંપી હતી.
આ કેસમાં કેટલાં લોકોને સસ્પેક્ટ માનવામાં આવ્યા હતા?
– આ કેસમાં શરૂઆતી તપાસમાં 3 નોકર કૃષ્ણ થંડરાજ, રાજકુમાર, વિજય મંડલ અને તલવાર દંપતી સહિત કુલ પાંચ લોકોને સસ્પેક્ટ માનવામાં આવ્યા હતા. ત્રણેય નોકરને યોગ્ય પૂરાવા ન મળ્યાં હોવાને કારણે છોડી દેવામાં આવ્યાં હતા.
અલ્હાબાદ હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી ક્યારે થઈ?
– નૂપુર અને રાજેશ તલવાર ગાઝિયાબાદની ડાસના જેલમાં હાલ આજીવન કેદની સજા કાપી રહ્યાં છે.
– તલવાર દંપતીએ CBI સ્પેશિયલ કોર્ટના ફેંસલાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.કે.નારાયણ અને જસ્ટિસ એ.કે.મિશ્રાએ આ વર્ષે 7 સપ્ટેમ્બરે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.
કોણ છે તલવાર દંપતી?
– તલવાર દંપતી દિલ્હી-NCRમાં જાણીતા ડેન્ટિસ્ટ રહ્યાં છે. ડો.રાજેશ પંજાબી અને નૂપુર મહારાષ્ટ્રિયન પરિવારથી છે. નૂપુર એરફોર્સના અધિકારીની પુત્રી છે અને ડો. રાજેશના પિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. આરૂષિનો જન્મ 1994માં થયો હતો.

Devang prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *