દિલ્હીઃ કેજરીવાલની વેગન આર કારની સચિવાલય પાસેથી ભરબપોરે ચોરી

October 13, 2017 - maya sindhav

No Comments

કેજરીવાલને આ કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં કેજરીવાલને આપી હતી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની વાદળી વેગનઆર ગુરુવારે બપોરે સચિવાલય સામેથી ચોરાઇ ગઇ છે. કેજરીવાલ 2015ની વિધાનસભા ચૂંટણીઓ સુધી કારનો ઉપયોગ કરતા હતા. વાદળી રંગની કાર તેમની સામાન્ય માણસની ઓળખ બની હતી

કેજરીવાલ 2015ની વિધાનસભા ચૂંટણીઓ સુધી કારનો ઉપયોગ કરતા હતા. ફાઇલ

 

 • હાલ કોણ કરતું હતું ઉપયોગ
  જોકે, હાલમાં પાર્ટીનાં મીડિયા કો-ઓર્ડિનેટર વંદનાસિંહ કારનો ઉપયોગ કરી રહ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર દિલ્હી સચિવાલયની બહાર પાર્ક કરેલી હતી. બપોરે એક વાગ્યાથી કાર લાપતા થઇ ગઇ છે. કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં કેજરીવાલને આપી હતી.
  આઇકોનિક છે કેજરીવાલની વેગન આર
  અરવિંદ કેજરીવાલની વેગન આર આઇકોનિક છે. કેજરીવાલ આ કારનો ઉપયોગ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના દિવસોથી કરી રહ્યા છે. કેજરીવાલને આ કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં કેજરીવાલને આપી હતી.
  LG પર નિશાન
  આમ આદમી પાર્ટીએ કાર ચોરીની ઘટના મામલે એલજી અનિલ બૈજલ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું કે લો એન્ડ ઓર્ડર નબળો છે. આપના ચીફ સ્પોક્સપર્સન સૌરભ ભારદ્વાજે કહ્યું કે, પોલીસ તેનું કામ યોગ્ય રીતે કરી રહી છે કે નહીં તે જોવાનું કામ એલજીનું છે. અખબાર રેપ અને ચોરીના અહેવાલથી ભરેલા હોય છે.
 • કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં કેજરીવાલને આપી હતી. ફાઇલ


maya sindhav

Leave a comment

Your email address will not be published. Required fields are marked *