મહિલાઓ જોવી હોય તો રાહુલ શાખા નહીં મહિલા હોકી મેચ જુએઃ RSS

October 12, 2017 - Devang prajapati

No Comments

ભોપાલમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં આપેલું નિવેદન

ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહ પર લાગી રહેલા આરોપો પર પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી નિવેદન આવ્યું છે. ભોપાલમાં સંઘની બેઠકમાં સહ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, આરોપ ગંભીર હોય તો જ તપાસ થવી જોઈએ. આરોપ લગાવનારા પહેલા સાબિત કરે પછી જ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આરએસએસમાં મહિલાઓને સ્થાન ન આપવાના સવાલ પર સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ જવાબ આપતાં જણાવ્યું કે, રાહુલની સ્ક્રિપ્ટ લખનારા લોકો સમજદાર નથી. પુરુષ હોકી મેચમાં મહિલા ખેલાડીઓ હોવા જોવા જેવી આ વાત છે.

તો મહિલા હોકી મેચ જોવા જાય રાહુલઃ મનમોહન વૈદ્ય
– રાહુલના સવાલનો જવાબ આપતાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ કહ્યું કે, “સંઘે નક્કી કર્યું છે કે તે માત્ર પુરુષો વચ્ચે જ કામ કરશે. આ નક્કી કરવાનો અધિકાર સંઘને છે. જો તેમણે મહિલાઓ જોવી હોય તો મહિલા હોકી મેચ જોવા જાય.”
– વૈદ્યએ ઈન્દિરા અને રાજીવ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, “તેની દાદી અને પિતા જ્યારે સત્તામાં હતા ત્યારે સંઘને નબળું કરવાની કોશિશ કરી પરંતુ કંઈ થયું નહીં. સંઘ વધારે મજબૂત થયું. સંઘનું વિસ્તરણ થતું રહ્યું અને તેમનો જનાધાર ઘટતો ગયો.”
– “રાહુલ ગાંધીનું ભાષણ લખનારા લોકો ઓછા સમજદાર છે. તેમને સંઘની જાણકારી નથી. રાહુલે સંઘ અંગે જાણવું હોય તો બૌદ્ધિક લોકોની મદદ લે” તેમ પણ વૈદ્યએ કહ્યું હતું.
લોકતંત્રમાં ચર્ચા થવી જરૂરી
– ભોપાલમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, “દેશ હાલ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. લોકતંત્રમાં ચર્ચા થવી ખૂબ જરૂરી છે.”
– તેમણે કહ્યું, જે લોકો વિચારધારામાં અમારી સામે હારી ગયા છે તેઓ કેરળમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલા કરાવી રહ્યા છે.
– જય શાહના મુદ્દે તેમણે કહ્યું કે, “આરોપ ગંભીર હોય તો જ તપાસ થવી જોઈએ. આરોપ લગાવનારા પહેલા સાબિત કરે પછી જ તપાસ થવી જોઈએ.”
વાંચોઃ RSSની શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોર્ટ્સમાં જોઇ છે?: રાહુલ
સંઘ પ્રમુખની દશેરા સ્પીચ અમારી પોલિસી સ્ટેટમેન્ટ
– હોસબોલેએ કહ્યું કે, “સંઘ પ્રમુખ મોહન ભાગવતની દશેરા સ્પીચ અમારી પોલિસી સ્ટેટમેન્ટ છે. અમારી આ પોલિસી પર અમને સારો ફીડબેક મળ્યો છે.”
– “સંઘ દ્વારા વર્ષમાં આશરે 30470 દૈનિક શાખા અને 15423 સાપ્તાહિક શાખા યોજવામાં આવે છે.”
– “અમે વેબસાઇટ પર આરએસએસ સાથે જોડાવા કેમ્પેન ચલાવ્યું છે. અત્યાર સુધીમાં 71800 લોકોએ અમારી સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે ગત વર્ષની તુલનામાં 52 ટકા વધારે છે.”
શું છે જય અમિત શાહ મામલો?
– એક વેબસાઈટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની સાથે જોડાયેલાં એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેમાં રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના આંકડાના હવાલે કહેવામાં આવ્યું હતું કે જય શાહની કંપની ટેમ્પલ એન્ટ્રપ્રાઈઝની સંપત્તિમાં વર્ષ 2015-16 દરમિયાન 16,000 ગણી અને તેની પહેલાના વર્ષે લગભગ 80 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.
– વેબસાઈટમાં દાવો કરાયો છે કે માર્ચ-2013 અને માર્ચ-2014 સુધી તેમની કંપનીમાં ખાસ કામકાજ થયું ન હતું અને આ દરમિયાન કંપનીને કુલ 6,230 અને 1,724 રૂપિયાનું નુકસાન થયું. પરંતુ જેવી જ કેન્દ્રમાં મોદી સરકાર આવી તેમના પિતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં બાદ જય શાહની કંપનીનું ટર્નઓવર આશ્ચર્યજનક રીતે વધી ગયું હતું.”

Devang prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *