વિપશ્યનાને હનીપ્રીતની સામે બેસાડી આજે પોલીસ કરશે પૂછપરછ

October 13, 2017 - maya sindhav

No Comments

વિપશ્યનાને હનીપ્રીતની સામે બેસાડી આજે પોલીસ કરશે પૂછપરછ

એસઆઈટી વિપશ્યના અને હનીપ્રીતને સામસામે બેસાડીને પૂછપરછ કરવા માગે છે

પંચકૂલા: સાધવી રેપ કેસમાં 20 વર્ષની જેલમાં સજા કાપી રહેલા રામ રહીમની કહેવાતી દીકરી હનીપ્રીત વિશે પંચકૂલા પોલીસને અમુક ડોક્યુમેન્ટ્રી પ્રૂફ મળ્યા છે. પોલીસ તે વિશે તપાસ કરી રહી છે. જ્યારે એસઆઈટીએ ડેરાની ચેરપર્સન વિપશ્યના ઈંસાને હનીપ્રીતની સામે બેસાડી પૂછપરછ કરવા માટે 40 પ્રશ્નોનું એક લિસ્ટ તૈયાર કર્યું હતું. આ લિસ્ટમાં ડેરા અને રમખાણો વિશેના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યા હતા પરંતુ વિપશ્યનાએ પોલીસની તૈયારી ઉપર પાણી ફેરવી દીધું છે. બે વાર નોટિસ આપવામાં આવી હોવા છતા વિપશ્યના એસઆઈટી સામે રજૂ થઈ નહતી. આજે હવે હનીપ્રીતના 3 દિવસ રિમાન્ડ પૂરા થાય છે. તેથી પોલીસે આજે પણ વિપશ્યનાને બોલાવી છે.

વિપશ્યના બગાડી રહી છે પોલીસનો પ્લાન
– પહેલાં પોલીસે વિપશ્યનાને 10 ઓક્ટોબરે બોલાવી હતી. પરંતુ ત્યારે પણ તેણે મેડિકલ સર્ટીફિકેટ મોકલી દીધું હતું. તેણે અસ્થમાની ફરિયાદ કરી હતી. એસઆઈટીએ પણ તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.
– અન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપશ્યના પોલીસના પ્લાનને બગાડવા માગે છે. અને તેથી તે હનીપ્રીતની સામે સવાલોના જવાબ આપવા માટે તૈયાર થતી નથી. શુક્રવારે પોલીસ પાસે હનીપ્રીતના રિમાન્ડનો છેલ્લો દિવસ છે. ત્યારપછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે.
– હનીપ્રીતને પોલીસે બે વાર રિમાન્ડ પર લીધી હતી. હવે તેને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસને લાગે છેકે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે. આ સંજોગોમાં તેની અને વિપશ્યનાની સામસામે બેસાડીને પૂછપરછ કરી શકાશે નહીં.
એસઆઈટી વિપશ્યના અને હનીપ્રીતને સામસામે બેસાડીને પૂછપરછ કરવા માગે છે
પોલીસને મળ્યા ડોક્યુમેન્ટ્રી પ્રૂફ
– હનીપ્રીતને સાથે લઈને પોલીસે ભઠિંડા અને ગુરુવારે મોડિયામાં રેડ કરી હતી. ત્યારપછી પોલીસને અહીંથી ડોક્યુમેન્ટ્રી પ્રૂફ મળ્યા છે.
– જોકે તે વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. આ ડોક્યુમેન્ટમાં રમખાણો, રૂપિયા અને 38 દિવસો સુધી ગાયબ રહી હોવાની વાત કરવામાં આવી છે.
રિમાન્ડ દરમિયાન જ છે પૂછપરછની યોજના
– પંચકૂલા પોલીસ વિપશ્યનાને પૂછપરછ માટે 40 સવાલોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ સવાલોમાં હનીપ્રીતના રમખાણોનું પ્લાનિંગ અને રમખાણો થયા તે વિશેના છે.
– પોલીસનો હેતુ ડેરામાં હનીપ્રીતનો રોલ અને ત્યાં તેની પ્રવૃતિઓને જાણવાનો પણ છે. પોલીસ વિપશ્યનાને હનીપ્રીત ડેરામાં આવી ત્યારથી લઈને તે ફરાર થઈ તે વિશે પણ સવાલ કરવા માગે છે. પરંતુ વિપશ્યના પોલીસની આ યોજનાને નિષ્ફળ બનાવતી હોય તેવું લાગી રહ્યું છે.
– સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપશ્યના હનીપ્રીતના પોલીસ રિમાન્ડ ચાલી રહ્યા છે ત્યાં સુધી પૂછપરછ માટે આવવા માગતી નથી. તેથી જ તેણે પોલીસને મેડિકલ રિપોર્ટ મોકલી દીધો છે.
– હવે પોલીસ માટે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. કારણકે શુક્રવારે ત્રીજી વાર વિપશ્યનાને બોલાવામાં આવી છે અને આજે હનીપ્રીતના રિમાન્ડનો છેલ્લો દિવસ છે
– પંચકૂલા પોલીસ પાસે કોર્ટમાં કેસની મજબૂતી માટે દરેક કિસ્સામાં સવાલ-જવાબનું હોવું જરૂરી છે, પરંતુ હનીપ્રીતને અંબાલા જેલમાં કસ્ટડી માટે મોકલવામાં આવસે તો તેને પૂછપરછ માટે જેલથી અહીં લાવવી મુશ્કેલ છે.
વિપશ્યનાને પૂછવામાં આવશે આ સવાલ
આજે હનીપ્રીતના રિમાન્ડનો છેલ્લો દિવસ
– 17 ઓગસ્ટે ડેરામાં થયેલી મીટિંગ વિશે શું માહિતી છે?
– હનીપ્રીતનું ડેરામાં કેવું વર્તન હતું, શું ડેરાના દરેક ફાઈનાન્શિયલ કામ હનીપ્રીત કરતી હતી?
– જો એવુ હતું કે તો વિપશ્યના અને બાકીની સાધ્વીઓને તેના પર આધારિત રહેવુ પડતું હતુ?
– ડેરા માટે ફંડિંગનો સોર્સ કયો છે?
– હનીપ્રીતે જે કાવતરું ઘડ્યું તેના વિશે તે શું અને ક્યારથી જાણતી હતી?
– હનીપ્રીત જ્યારે રોહતક જેલમાંથી ડેરામાં આવી ત્યારે તેની લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી હતી, તે વિશે પોલીસને કેમ જાણ કરવામાં ન આવી?
– હનીપ્રીત ડેરાથી કોની સાથે ગાયબ થઈ હતી,તેની સાથે ક્યારે ક્યારે સંપર્ક થયો?

maya sindhav

Leave a comment

Your email address will not be published. Required fields are marked *