કાશ્મીરમાં આતંકીઓ સાથે લડતાં પહેલી વખત IAFના બે ગરૂડ કમાન્ડો શહીદ

October 11, 2017 - harshid patel

No Comments

મ્મુ કાશ્મીરના બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ ફોર્સના 2 જવાન શહીદ થઈ ગયા છે. સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થયાં છે. માનવામાં આવે છે કે પ્રથમ વખત કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં ગરૂડ ફોર્સના કમાન્ડો શહીદ થયાં હોય. IAF ગરૂડા ફોર્સ પર્સનલ સાર્જન્ટ મિલિન્દ કિશોર અને કોર્પોરેલ નિલેશકુમાર નાયર શહીદ થયાં છે. તો આ અથડામણમાં બે આતંકીઓ પણ ઠાર થયાં છે જેમની પાસેથી ઓટોમેટિક વેપન્સ સહિતનો હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ પહેલાં 2 જાન્યુઆરી, 2016માં પંજાબમાં પાકિસ્તાન બોર્ડર નજીક પઠાણકોટ એરબેઝ પર થયેલાં આતંકી હુમલામાં ગરૂડા ફોર્સના એક કમાન્ડો શહીદ થયા હતા. બે દિવસ પહેલાં ઘાટીમાં બારામૂલામાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઉમર ખાલિદ માર્યો ગયો હતો. તે ગત સપ્તાહે BSF કેમ્પ પર થયેલાં હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. ખાલિદ માર્યો ગયો તે દિવસે જ લશ્કરના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં પણ સફળતા મળી હતી.
SOG, આર્મી અને પોલીસનું જોઇન્ટ ઓપરેશન
– રક્ષા મંત્રાલયના પ્રવકતા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે, “બાંદિપોર જિલ્લામાં હાઝિન વિસ્તારમાં આતંકીઓની હાજરીની જાણ થઈ હતી. જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સ્ટેટ પોલીસ અને આર્મીએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યુ હતું.”
– પોલીસ પ્રવકતાએ કહ્યું કે, “સિક્યોરિટી ફોર્સ સંબંધિત વિસ્તારમાં જ્યારે તેઓ આગળ વધી રહ્યાં હતા ત્યારે આતંકીઓએ ઓટોમેટિક વેપન્સથી તેમના પર ફાયરિંગ કર્યું. શરૂઆતી ફાયરિંગમાં 3 જવાન ઘાયલ થઈ ગયા. જે બાદ સિક્યોરિટી ફોર્સ જવાબી કાર્યવાહી કરતાં બે આતંકીઓ માર્યા ગયા હતા.”
– જમ્મુ કાશ્મીરના ડીજીપી એસ.પી.વૈધે કહ્યું કે, “માર્યા ગયેલાં આતંકીઓમાં એક પાકિસ્તાની હતો. જ્યારે બીજો સ્થાનિક હતો. પાકિસ્તાની નાગરિકની ઓળખ અલી તરીકે થઈ છે.”
– CRPF ઓફિસર શંભુ કુમારના જણાવ્યા મુજબ “આ એન્કાઉન્ટરમાં ઈન્ડિયન એરફોર્સના બે જવાન શહીદ થયાં છે. તેઓ આર્મીની સાથે ટ્રેનિંગ પર હતા.”
– માર્યા ગયેલાં લશ્કરના બંને આતંકીઓ પાસેથી ઓટોમેટિક હથિયાર, ગોળીઓ તેમજ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં હતા.
ગત સપ્તાહે પણ બે આતંકીઓને મારવામાં મળી હતી સફળતા
ગત સપ્તાહે પણ બારામૂલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી બે હથિયાર પણ જપ્ત કરાયાં હતા. બારામૂલાની 19 ડિવિઝનના જનરલ આર.પી.કલિતાએ કહ્યું હતું કે 60-70 પાકિસ્તાન ઘૂસણખોરો સરહદપાર કરવા તૈયાર છે.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *