છેલ્લા 3 વર્ષમાં કાશ્મીરમાં 183 જવાન શહીદ થયાઃ RTI પર કેન્દ્રનો જવાબ

October 11, 2017 - harshid patel

No Comments

કેન્દ્ર સરકારે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 62 નાગરીકોના મોત થયા છે. આ દરિમયાન 183 જવાન શહીદ થયા. આ આંકડો મે 2014થી મે 2017 સુધીના છે. નોઈડાના આરટીઆઈ એક્ટિવિસ્ટ રંજન તોમરે હોમ મિનિસ્ટ્રી પાસેથી આતંકવાદથી જોડાયેલા ચાર સવાલ પૂછ્યા હતા. તેની પર હોમ મિનિસ્ટ્રીએ જવાબ આપ્યા છે.
હોમ મિનિસ્ટ્રીને પૂછાયેલા એ ચાર સવાલ કયા? સરકારે શું જવાબ આપ્યા?
Q. મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં કેટલી આતંકી ઘટનાઓ બની?
A. મે 2014થી મે 2017 સુધી 812 આતંકવાદી ઘટનાઓ થઈ. જેમાં 62 નાગરિકો માર્યા ગયા. 183 જવાન શહીદ થયા.
Q. મનમોહન સરકાર (યૂપીએ)ના અંતમ ત્રણ વર્ષમાં કેટલી આતંકી ઘટનાઓ થઈ?
A. મે 2011થી મે 2014ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં 705 આતંકવાદી ઘટનાઓ થઈ. 59 નાગરિકો તેમાં માર્યા ગયા. 105 જવાન શહીદ થયા.
Q. મનમોહન સરકારે આતંકી ઘટનાઓ સામે લડવા માટે અંતિમ ત્રણ વર્ષમાં કેટલું ફંડ રિલિઝ કર્યું?
A. આતંકી ઘટનાઓના ઉકેલ માટે હોમ મિનિસ્ટ્રીએ 850 કરોડ રૂપિયા ફાળવ્યા. આંકડો મે 2011થી મે 2014ની વચ્ચેના છે.
Q. મોદી સરકારે પોતાના શરૂઆતના ત્રણ વર્ષમાં આતંકી ઘટનાઓને રોકવા માટે કેટલું ફંડ રિલિઝ કર્યું?
A. 1,890 કરોડ રૂપિયા રિલિઝ કર્યા. આ આંકડો મે 2014થી મે 2017 સુધીનો છે.
2017માં અત્યાર સુધી 145 આતંકી ઠાર મરાયા
– એક રિપોર્ટ મુજબ, આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં કાશ્મીરમાં 144 આતંકી ઠાર મરાયા છે. આ સંખ્યા આ દશકમાં સૌથી વધુ છે.
– આ પહેલા 2016માં 150 આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા હતા પરંતુ તે આંકડો સમગ્ર વર્ષનો હતો.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *