પંજાબ-હરિયાણાના લોકો દિવાળી પર માત્ર 3 કલાક જ ફટાકડા ફોડી શકશે

October 13, 2017 - nirmal acharya

No Comments

સુપ્રિમ કોર્ટે ફટાકડાના વેચાણને લઈને દિલ્હીના વેપારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવનો ઈન્કાર કર્યો છે. સાથે જ નીચલી અદાલતે એમ પણ કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાં રાત્રે 11 વાગ્યા બાદ ફટાકડા ફોડવાની પરમિશન નહિ હોય. બીજી તરફ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આદેશ આપ્યો કે, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં સાંજે સાડા છ વાગ્યાથી લઈને રાત્રે સાડા નવ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

 

આ દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અમે ફટાકડાના વેચાણ પર બેન લગાવ્યો છે. પરંતુ ફોડવા પર નહિ. આ દરમિયાન જ્યારે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીજેપીના કથિત સાંપ્રદાયિક નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો તો, અદાલતે કહ્યું કે, અમે રાજનીતિક નિવેદનબાજીમાં જવા નથી માંગતા. નીચલી અદાલતે કહ્યું કે, અમને ખબર છે કે, આ ફટાડકા મુક્ત દિવાળી નહિ હોય. પરંતુ અમે પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, અમને ખબર છે કે, હજી પણ ફટાકડાનું વેચાણ ચાલું છે. અમે મીડિયામાં પણ જોયું છે.

 

ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલા જ ફટાકડાના વેચાણને લઈને સુપ્રિમ કોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટે સખતી બતાવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ હવે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં માત્ર ત્રણ કલાક જ ફટાકડાના ફોડવાની પરમિશન છે. આ રાજ્યોમાં પીસીઆર વેન આ બાબતની તપાસ કરશે કે, કોઈ નિર્ધારિત સમય બાદ ફટાકડા ન ફોડે. અદાલતે એમ પણ આદેશ આપ્યો કે, માત્ર લોટરીની પ્રક્રિયાથી ફટાડકાના વેચવાનું લાઈસન્સ આપવામાં આવે. સાથે જ તેની વીડિયોગ્રાફી પણ કરવામાં
આવે.

બે દિવસ પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફટાકડાથી ફેલાતા પ્રદૂષણને ધ્યાનમાં લીધું હતું. તેના બાદ હરિયાણા, પંજાબ અને ચંદીગઢના તંત્રને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અનુપમ ગુપ્તાએ કોર્ટ મિત્ર નિયુક્ત કર્યાં. કોર્ટે તમામ પક્ષોને શનિવારે જવાબ દાખલ કરીને ફટાકડાના લાઈસન્સ વિશે માહિતી આપવા કહ્યું હતું.

પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટે તેજીથી વધતા પ્રદૂષણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ પહેલા સુપ્રિમ કોર્ટે દિલ્હી સહિત સમગ્ર એનસીઆર અને બોમ્બે હાઈકોર્ટના રહેવાસી વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવી દીધી હતી. સાથે જ શુક્રવારે સુપ્રિમ કોર્ટે ફટાકડાના વેચાણને લઈને વેપારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. અદાલતે કહ્યું કે, તે પોતાના નિર્ણય પર જરા પણ ફેરબદલ નહિ કરી શકે.

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધથી નારાજગી
દિવાળી દરમિયાન વાયુ પ્રદૂષણ દૂર કરવા સુપ્રિમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ બાદ પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટના આ આદેશ સામે આવ્યા છે. તો બીજી તરફ ફટાકડાના વેચાણ પર આવેલા પ્રતિબંધને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.

No tags for this post.

nirmal acharya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *