રોજ 1 કેળુ ખાવાથી બીમારી ભાગશે દૂર

October 9, 2017 - jay sharma

No Comments

કેળુ એક એવુ ફળ છે જે આપણને દરેક જગ્યા અને દરેક સિઝનમા મળી રહે છે. અને તે બીજા બધા ફળો કરતા સસ્તુ હોય છે, કેળામા વિટામિન, પ્રોટિન અને બીજા ધણા પોષક તત્વો ખુબ જ પ્રમાણમા આવે છે જેના કારણે તે શરીર માટે પણ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોય તો દરરોજ એક કેળુ ખાવુ જોઈએ.

રોજ એક કેળુ ખાવાથી શરીરના અનેક ભાગોને સ્વસ્થ રાખી શકો છો. રોજ કેળા ખાવાથી કોલેસ્ટરોલ લેવલ પણ કન્ટ્રોલમા રહે છે, કારણકે કેળામા ફાઈબર, કૈલ્શિયમ અને વિટામિન C ભરપુર માત્રમા આવેલા હોય છે.

કેળામાં કાર્બોહાઈડ્રેટ પણ ખુબજ ભારે પ્રમાણમા આવે છે, જેના કારણે પેટ પણ જલ્દી ભરાઈ જાય છે. તો જ્યારે પણ ઓફિસ કે કોલેજ જવા માટે લેટ થઈ ગયા હોય કે પછી સવારનો નાસ્તો ન કર્યો હોય તો એક કેળુ ખાઈ લેવુ, કેમકે કેળુ ખાવાથી તમારા શરીરમાં ખુબ જલ્દી સ્ફૂર્તિ અને એનર્જી મળી રહે છે.

No tags for this post.

jay sharma

Leave a comment

Your email address will not be published. Required fields are marked *