લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ’તી આ એક્ટ્રેસની મા, આ ગુજરાતી સાથે હતું અફેર

October 12, 2017 - hetu chauhan

No Comments

કોઈપણ મહિલા માટે મેગેઝીનના કવરપેજ પર નિર્વસ્ત્ર થઈને ચમકવું એક હિંમતનું કામ છે અને આ સાહસી કામ કબીર બેદીની પત્ની પ્રોમિતાએ સરળતાથી કર્યું હતું. આજે પ્રોતિમાની જન્મ જયંતિ છે. તેનો જન્મ 12 ઓક્ટોબર 1948ના રોજ દિલ્હીમાં થયો હતો. તે એકદમ બિનધાસ્ત અને અફેર મામલે તે ઘણી આગળ પડતી હતી.
   gossip news in gujarati
આ ગુજરાતી સાથે હતું અફેર
પ્રોતિમા બેદીના જીવન દરમિયાન પંડિત જસરાજ, વસંત સાઠે, વિજયપત સિંઘાનિયા, મારિયો ક્રોપ્ફ, જેક્સ લેબલ, રોમ વ્હિટકર અને રજની પટેલ સહિતના પુરષો આવ્યા હતા. તેમાં પણ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા અને ગુજરાતી એવા રજની પટેલ સાથેના પ્રેમ સંબંધો ખૂબ મીડિયામાં ચર્ચાયા હતા. બન્નેએ એકબીજાને ઘણા પ્રેમપત્રો પણ લખ્યા હતા.
કબીર સાથેની લિવ-ઈનમાં થઈ પ્રેગ્નન્ટ
મોડલિંગના દિવસોમાં પ્રોતિમાની કબીર બેદી સાથે મુલાકાત થઈ હતી. બન્ને એક પાર્ટીમાં મળ્યા હતા. આ મુલાકાતના થોડા મહીનામાં જ પ્રોતિમા કબીર સાથે રહેવા માટે પેરેન્ટ્સનું ઘર છોડીને ચાલી ગઈ હતી. લીવ-ઈન દરમિયાન પ્રોતિમા પ્રેગ્નન્ટ થઈ ગઈ અને પછી કબીરે લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નના થોડા મહિના બાદ જ પૂજાનો અને સિદ્ધાર્થ(દિવંગત)નો જન્મ થયો હતો.
ન્યૂડ થઈને દોડ લગાવવા થઈ તૈયાર
 પ્રોતિમાએ તે જમાનામાં આ કામ સિનેબ્લિટ્જ મેગેઝીન માટે કર્યું હતું.વર્ષ 1974માં આ મેગેઝીન પ્રથમવાર લોન્ચ થઇ રહ્યું હતું. તે સમયે મેગેઝીનની દુનિયામાં ‘સ્ટારડસ્ટ’નું એકચક્રી શાસન હતું. સ્ટારડસ્ટને ટક્કર આપવા માટે તે સમયે એક નવું મેગેઝીન સિનેબ્લિટ્જ લોન્ચ થયું હતું. લોકોમાં આ મેગેઝીનને જાણીતું બનાવવા માટે તેની એડિટરને એક નવો જ તુક્કો સૂજ્યો હતો. પ્રોતિમા બેદી એક સારી ડાન્સર પણ હતી. સિનેબ્લિટ્જનાં એડિટર રૂસ્સીની પુત્રી રીટા મહેતાને પ્રોતિમાનું નામ સુઝ્યું હતું.તેમણે પ્રોતિમાને પૂછ્યું કે તે નગ્ન થઇને મુંબઇની સડક પર દોડ લગાવી શકશે?આ પ્રસ્તાવનો તેમણે તુરંત જ સ્વીકાર કરી લીધો હતો.
જુહુ બીચ પર લગાવી ન્યૂડ થઈને દોડ
આ કામ માટે મુંબઇનાં ફ્લોરા ફાઉન્ટેનની આસપાસનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે સડક પર લોકોની ભીડ ઓછી હશે ત્યારે પ્રોતિમા વહેલી સવારમાં ન્યૂડ થઇને દોડ લગાવશે. પ્રોતિમા સાથે આ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું પરંતુ તે આ ફોટોગ્રાફ્સથી નાખુશ હતી.જેથી તેનું ફરીવાર જુહુ બીચ પર શૂટ કરવામાં આવ્યું હતું.આ બોલ્ડ ફોટોશૂટને કારણે પ્રોતિમા રાતોરાત ચર્ચામાં છવાઇ ગઇ હતી.તેની સાથે સાથે મેગેઝીનની પણ ચારેબાજુ ચર્ચાઓ થવા લાગી હતી.
નૃત્ય માટે બદલી લાઈફ સ્ટાઈલ
 પ્રોતિમાએ ઓડિશી નૃત્ય શીખવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલી, મિત્રોને છોડી દીધા હતા. માત્ર એટલું જ નહીં, સિગરેટ અને દારૂને પણ છોડ્યા હતા. તેણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ફેમિલી તૂટવાનું કારણ પણ આ જ હતું. ડાન્સ શીખવામાં તેણી ઘણું બધું શીખી. અહીં જે તેણી કોઈના ચરણ સ્પર્શ કર્યા. દરરોજ પૂજા કરવાની શરૂઆત કરી. ગુરૂની થપ્પડો પણ ખાધી હતી.
દિકરાના મોતથી દુઃખી થઈ નીકળી યાત્રાએ
તે 1998માં માનસરોવરની યાત્રા પર ગઈ હતી.પ્રોતિમાનાં પુત્ર સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હતી. આ વાતથી પ્રોતિમા એટલી હદે દુઃખી થઈ હતી કે તે બધુ જ છોડીને યાત્રા પર જતી રહી હતી.પ્રોતિમાએ લેહથી શરૂ કરીને હિમાલયની યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં પ્રોતિમાએ કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ કરી હતી.

ભૂસ્ખલનમાં થયું નિધન
યાત્રા દરમિયાન હિમાલયમાં પિથોરાગઢની પાસે માલપા ભૂસ્ખલનમાં વર્ષ 1998માં તેનું નિધન થયું હતું.પ્રોતિમાનો પાર્થિવ દેહ અને સામાન અનેક દિવસો પછી સાત અન્ય લાશો સાથે ભારત-તિબ્બત સીમાસ્થિત એક ગામ આગળ મળી આવ્યો હતો. માલપામાં ભૂસ્ખલનમાં અવશેષો મળી આવ્યા હતાં.
No tags for this post.

hetu chauhan

Leave a comment

Your email address will not be published. Required fields are marked *