ઘરમાં BFના ફ્રેન્ડ સાથે આવા અંદાજમાં જોવા મળી સ્પર્ધક, આ ડિરેક્ટરને કરે છે Date

October 12, 2017 - hetu chauhan

No Comments

‘બિગ બોસ’ની 11મી સિઝનને તેના પહેલાં લવ-બર્ડ્સ મળી ગયા છે. પુનીશ શર્મા તથા બંદગી કાર્લા એકબીજાની નિકટ આવી ગયા છે. રાતના પુનીશ શર્માએ બંદગી કાર્લાના હાથ પર કિસ કરી હતી.
બંદગી કરે છે ‘બિગ બોસ’ના ડિરેક્ટરને ડેટઃ
બંદગી ‘બિગ બોસ’ના ડિરેક્ટર ડેનિસ નાગપાલને ડેટ કરે છે. તો પુનીશ પણ ડેનિસનો ક્લોઝ ફ્રેન્ડ છે. તો શું બંદગી, ડેનિસને છેતરી રહી છે, આનો જવાબ તો ભવિષ્યમાં જ ખ્યાલ હશે.
'બિગ બોસ'ના ઘરમાં અડધી રાત્રે લાઈટ બંધ થયા પછી શું કરે છે આ કપલ?, latest masala news in gujarati
ઘરમાં થયા ઝઘડાં:
શિલ્પા તથા વિકાસ વચ્ચેના ઝઘડાઓ ચાલું જ છે. જોકે, હિના ખાને વિકાસ સાથે ઝઘડો કરતાં તે તૂટી ગયો હતો અને બાથરૂમમાં જઈને રડવા લાગ્યો હતો.
ચહેરા પર કરી કિસઃ
ઘરમાં ઝઘડો, ગાળા-ગાળી થઈ રહી છે. જોકે, બંદગી તથા પુનીશ પર પ્રેમનો નશો છવાયેલો હોય તેમ લાગે છે. પુનીશ ક્યારેક બંદગીને ગાલ પર તો ક્યારેક હાથ પર કિસ કરી લે છે. જોકે, હાલમાં જ પુનીશે બંદગીને ચહેરા પર કિસ કરી હતી. નવાઈની વાત એ છે કે આ બંનેનો પ્રેમ ઘરમાં લાઈટ બંધ થયા પછી જ જોવા મળે છે. બંને રાતના 1, 2 કે પછી 3 વાગે એકબીજા સાથે રોમાન્સ કરતાં જોવા મળે છે.
પુનીશે કહી આ વાતઃ
પુનીશે બંદગીને કહ્યું હતું કે તે આકાશ, વિકાસ તથા લવ સાથે વાતો કરે તે તેને પસંદ નથી. લિવિંગ એરિયામાં પુનીશ, બંદગીના ખોળામાં સૂતો હતો અને બંને વચ્ચે રોમાન્સ પૂર બહારમાં ખિલ્યો હતો.
બંદગી કરે છે ‘બિગ બોસ’ના કાસ્ટિંગ ડિરેક્ટરને ડેટઃ
શોમાં આવતા પહેલાં જ બંદગી ‘બિગ બોસ’ના કાસ્ટિંગ ડિરેક્ટર ડેનિશ નાગપાલની ગર્લફ્રેન્ડ હોવાની વાત જાહેર થઈ છે. હવે બંદગી ડેનિશને છોડીને પુનીશના પ્રેમમાં પાગલ છે?, એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.
No tags for this post.

hetu chauhan

Leave a comment

Your email address will not be published. Required fields are marked *