સોહાએ શેર કર્યો દીકરી ઈનાયાનો પહેલો ફોટો, જોવા મળી પાપાની ગોદમાં

October 12, 2017 - hetu chauhan

No Comments

થોડા દિવસ પહેલા જ સોહા અલી ખાન દીકરી ઈનાયા નૌમીને હોસ્પિટલમાંથી લઈને ઘરે આવી છે. તાજેતરમાં તેણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં પાપા કુણાલ ખેમુ દીકરીને ગોદમાં લઈને જોવા મળી રહ્યો છે. તેણે દીકરીનો પહેલો ફોટો શેર કરતા કેપ્શન “Bliss” આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોહાએ 29 સપ્ટેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. જેની જાણકારી કુણાલ ખેમુએ ટ્વિટ દ્વારા આપી હતી. એપ્રિલમાં સોહાએ આપી હતી પ્રેગ્નન્સીની જાણકારી
 દીકરી ઈનાયા સાથે કુણાલ ખેમુ અને સોહા  gossip news in gujarati
-સોહા પહેલીવાર એપ્રિલ 2017માં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
– થોડા સમય બાદ ખબર આવ્યા કે, સોહા ડિસેમ્બરમાં બાળકને જન્મ આપશે. જે ડૉક્ટરની એક્સપેક્ટેડ ડિલવરી ડેટ હતી.
-સોહા આ ડિલવરી ડેટના બે મહિના પહેલા જ મોમ બની ગઈ.
લિવ-ઈન રિલેશનશિપ બાદ કપલે કર્યા હતા લગ્ન
-સોહા અને કુણાલે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી સેલિબ્રેટ કરી હતી એનિવર્સરી.
– બન્નેએ ત્રણ વર્ષ ડેટિંગ અને લિવ-ઈનમાં રહ્યા બાદ 25 ડિસેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા હતા.
– ફિલ્મ ‘રંગ દે બસંતી’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’, ‘દિલ માંગે મોર’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી સોહા છેલ્લે ફિલ્મ ’31st ઓક્ટોબર’માં જોવા મળી હતી.
‘ગોલમાલ અગેન’માં જોવા મળશે કુણાલ
-કુણાલ ખેમુએ 2005માં મોહિત સૂરીની ફિલ્મ ‘કલયુગ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
-ત્યાર બાદ તે ‘ટ્રાફિક સિગ્નલ’, ‘ઢોલ’, ‘સુપરસ્ટાર’, ‘ઢૂંઢતે રહ જાઓગે’ અને ‘ગો ગોવા ગોન’ જેવી ફિલ્મ્સમાં જોવા મળી ચૂક્યા છે. તે ટૂંક સમયમાં જ આગામી ફિલ્મ ‘ગોલમાલ અગેન’માં જોવા મળશે.
ઈનાયા નૌમી થાય છે આવો અર્થ
ઈનાયાનો ઉર્દૂ અર્થ થાય છે અલ્લાહની ગિફ્ટ. આ સિવાય મદદ, કન્સર્ન, સપોર્ટ એવો પણ અર્થ થાય છે. નૌમીનો અર્થ નવરાત્રિનો નવમો દિવસ.
No tags for this post.

hetu chauhan

Leave a comment

Your email address will not be published. Required fields are marked *