2 વર્ષની થઈ સની લિયોનની દીકરી, USમાં પતિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

October 12, 2017 - hetu chauhan

No Comments

સની લિયોનીએ પતિ ડેનિયલ વેબરની સાથે જુલાઈમાં લાતૂર(મહારાષ્ટ્ર)થી એક બેબી ગર્લને એડોપ્ટ કરી હતી. કપલે દીકરીનું નામ નિશા કૌર વેબર રાખ્યું હતુ. થોડા સમય પહેલા જ સની અને ડેનિયલે દીકરીનો બર્થ ડે અરિજોના(યૂએસ)માં સેલિબ્રેટ કર્યો હતો. સામે આવેલા ફોટોઝમાં નિશા પ્રિન્સેસ ક્રાઉન પહેરીને મમ્મી-પપ્પા સાથે પોઝ આપતી જોવા મળી હતી. 21 મહિનાની દીકરીને લીધી હતી દત્તક…
 દીકરી નિશા સાથે સની અને ડેનિયલ  party news in gujarati
-સની લિયોની 21 મહિનાની દીકરીને દત્તક લીધી હતી.
-બાળકીને લઈને એવા ન્યૂઝ આવ્યા હતા કે તેને એડોપ્ટ કર્યા પહેલા 11 પેરેન્ટ્સે તેને દત્તક લેવા માટે ના પાડી હતી.
-જેમાં બાળકીનો કાળો રંગ હોવાનું કહેવામાં આવ્યું હતુ.
 દીકરી નિશા સાથે સની અને ડેનિયલ  party news in gujarati
ચાઈલ્ડ એડોપ્શન રિસોર્સ એજન્સીએ કર્યો ખુલાસો…
-થોડા સમય પહેલા જ બાળકને એડોપ્ટ કરાવનાર ચાઈલ્ડ એડોપ્શન રિસોર્સ એજન્સી (સીએઆર)ના સીઈઓ. લેફ્ટનેન્ટ કર્નલ દીપક કુમારે આ વાતનો ખુલાસો કર્યો હતો.
– તેમણે જણાવ્યુ હતુ કે “મોટા ભાગની ફેમિલી બાળકનો રંગ, ચહેરો અને બાળકની મેડિકલ હિસ્ટ્રીને લઈને ખૂબ જ ઉત્સાહી હોય છે, અને તે જ કારણથી બાળકની પંસદગી થતી હોય છે.
-અને આ જ કારણ હતુ કે 11 ફેમિલીએ નિશાને એડોપ્ટ કરવાની ના પાડી હતી પરંતુ સની અને તેના પતિ ડેનિયલે આ બધામાં ધ્યાન આપ્યુ ન હતુ.
-સનીએ બાળકીનો ભૂતકાળ, રંગ, મેડિકલ હિસ્ટ્રી જેવી વાતો ઉપર ધ્યાન આપ્યા વગર નિશાને એડોપ્ટ કરી હતી.
9 મહિનાની પ્રોસેસ પછી મળી નિશા
-દીપક કુમારે જણાવ્યુ હતુ કે “ સનીએ અન્ય પરિવારની જેમ લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ હતી
-અમે એ વાતની રિસ્પેક્ટ કરીએ છે કે તેમણે નિયમોને તોડ્યા વગર બધી જ ફોર્માલિટિઝ પૂરી કરી હતી.
-સનીએ 30 સપ્ટેમ્બર 2016 CARAના વેબ પોર્ટલ પરથી બાળકને એડોપ્ટ કરવા માટે અરજી કરી હતી.
-સનીની અરજીને લગભગ 9 મહિના પછી 21 જૂન 2017ના દિવસે આ બાળકી વિષે જણાવવામાં આવ્યુ હતુ, જે બાદ તેમણે બાળકીને એડોપ્ટ કરી લીધી હતી.
No tags for this post.

hetu chauhan

Leave a comment

Your email address will not be published. Required fields are marked *