102 નોટઆઉટમાં અમિતાભ અને રિષી કપૂર આપશે તમને આવી મોટી Surprise

October 13, 2017 - nirmal acharya

No Comments

લેખિકા સૌમ્યા જોશીના ગુજરાતી નાટક જેમાં 102 વર્ષના પિતા અને 72 વર્ષના પુત્રની રસપ્રદ કેમિસ્ટ્રી જોવા મળી હતી તેના પરથી ફિલ્મ મેકર ઉમેશ શુકલા 102 નોટઆઉટ નામની ફિલ્મ બનાવી રહ્યાં છે.

આ ફિલ્મમાં 102 વર્ષના વૃદ્ધનું પાત્ર અભિનેતા અમિતાભ બચ્ચન તો 72 વર્ષના વરિષ્ઠની ભૂમિકાને અભિનેતા રિષી કપૂર ન્યાય આપી રહ્યાં છે. ફિલ્મમાં બંને સિતારા પહેલીવાર ગીત ગાતા જોવા મળવાના છે. 26 વર્ષ બાદ બંને સિતારા એકબીજા સાથે સિલ્વર સ્ક્રીન શેયર કરી રહ્યાં છે.

આ ફિલ્મમાં પહેલીવાર બંને સિતારાઓ ગુજરાતી પાત્રો ભજવી રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ મુજબ બંને સિતારાઓએ મોટાભાગનું શૂટિંગ પૂર્ણ કરી નાખ્યું છે. થોડાક દિવસોના શૂટિંગમાં બિગ બી અને રિષી કપૂરનું એકબીજા સાથેનું શૂટિંગ તેમ જ અન્ય દૃશ્યો ફિલ્માંકન કરવાના બાકી હોવાની વાત ઉમેશ શુકલાએ જણાવી હતી. ફિલ્મ 102 નોટ આઉટનું નિર્માણ ટી સિરીઝ કરી રહી છે.

No tags for this post.

nirmal acharya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *