આરુષી મર્ડર કેસમાં શું આવ્યો હાઈ કોર્ટનો ચુકાદો, જાણો

October 12, 2017 - harshid patel

No Comments

અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચિત આરૂષિ અને હેમરાજ મર્ડર કેસમાં CBI અદાલતના ફેંસલા વિરૂદ્ધ રાજેશ તલવાર અને નૂપુર તલવારની અરજી પર ગુરૂવારે નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેમની સુનાવણીમાં કહ્યું છે કે, એવા કોઈ પૂરાવા મળ્યા નથી જે તલવાર સંપતિને આરોપી સાબિત કરી શકે. હાઈકોર્ટ તલવાર દંપતીની આ જીવન કેદની સજા પણ રદ કરી દીધી છે. અલ્હાબાદના હાઈકોર્ટના આદેશ બાદ તલવાર દંપતીને શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું?
– અલ્હાબાદ કોર્ટે રાજેશ અને નૂપુર તલવારને મોટી રાહત આપતાં બંનેને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યાં છે. આટલું જ નહીં કોર્ટે આજીવન કેદની સજા પણ રદ્દ કરી છે.
– અલ્હાબાદ કોર્ટે તલવાર દંપતી પર ફેંસલો સંભળાવતા કેટલીક તીખી ટીપ્પણી કરી છે તેમજ CBIની તપાસ પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે
– હાઈકોર્ટે કહ્યું કે, CBIની તપાસમાં અનેક ઉણપો છે. તલવાર દંપતી વિરૂદ્ધ એક પણ પૂરતાં પુરાવાઓ નથી.
– હાઈકોર્ટે કહ્યું કે, તેમની પાસેથી ન કોઈ હથિયાર મળ્યાં છે કે ન હત્યા કરવાનું કારણ સામે આવ્યું છે, એજન્સીએ માત્ર આકસ્મિક પુરાવાના આધારે જ કેસ તૈયાર કર્યો છે.
– કોર્ટે કહ્યું કે આ પ્રકારનાં મામલામાં સુપ્રીમ કોર્ટ પણ આટલી મોટી સજા નથી આપતું.
– CBIની તપાસ કોઈપણ નિષ્કર્ષ પણ લેવામાં નથી આવતી તેમ જણાવી તલવાર દંપતીને તાત્કાલીક છોડવાના હુકમ આપ્યાં છે.
વર્ષ 2013માં CBIની સ્પેશિયલ કોર્ટે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ચૂકાદા વિરૂદ્ધ દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *