જયપુર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ચારને દોષી ઠેરવ્યા, એકને નિર્દોષ છોડ્યો

December 18, 2019 - krishana trivedi

No Comments

જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષી ઠેરવતો ચુકાદો આજે આપ્યો છે. આ કેસમાં અન્ય એકને કોર્ટે નિર્દોષ ઠેરવતા છોડી મુકવા આદેશ કર્યો છે .

13 મે 2008ના જયપુરના જુદા જુદા વિસ્તારમાં આઠ સીરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 80 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમજ 176 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જયપુર બ્લાસ્ટના બે આરોપીઓને નવી દિલ્હીના બટલા હાઉસમાં 2008માં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે ઠાર કર્યા હતા. અજય કુમાર શર્માની કોર્ટે આરોપીઓ મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમ, સૈફુર્રહમાન અને મોહમ્મદ સલમાનને દોષી ઠેરવ્યા હતા જ્યારે શાહબાઝ હુસૈનને નિર્દોષ જાહેર કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી આ કેસની સુનાવણી ઝડપી બનાવતા 1,296 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા અને બન્ને પક્ષોએ સવાલ જવાબ પણ કર્યા હતા. આ કેસમાં જયપુર પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ આરોપીએ દિલ્હીની તિહાડ જેલમાં છે અને તેમની વિરુદ્ધ એટીએસ તપાસ કરી શક્યું નથી. આ ત્રણેય આરોપીએ દેશના અન્ય રાજ્યોમાં પણ બ્લાસ્ટના આરોપી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *