રણવીર સિંહની ‘ગલી બોય’ ઓસ્કર એવોર્ડ્સના લિસ્ટ માંથી બહાર

December 17, 2019 - krishana trivedi

No Comments

રણવીર સિંહ સ્ટારર ‘ગલી બોય’ 92માં ઓસ્કર એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાંથી બહાર થઇ ગઇ છે. ‘ગલી બોય’ ફિલ્મ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ભારતનું પ્રતિનિધ્વ કરી રહી હતી. ઝોયા અખ્તરની ડાયરેક્શનમાં બનેલી ‘ગલી બોય’ શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવી શકી નથી.

એકેડમી એવોર્ડ્સે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલી ફિલ્મોની જાહેરાત કરી છે.ઓસ્કર એવોર્ડ્સના તમામ નોમિશન માટે વોટિંગ 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ચાલશે.જો કે એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત 13 જાન્યુઆરીએ થશે.

ઓસ્કર એવોર્ડ્સનું આયોજન 9 ફેબ્રુઆરી 2020ના રોજ હોલીવૂડ એન્ડ હાઈલેન્ડ સેન્ટરના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *