પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને મોતની સજા ફરમાવી

December 17, 2019 - krishana trivedi

No Comments

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે મોતની સજા ફરમાવામાં આવી છે.અને મુશર્રફ સામેના કેસની સુનાવણી પેશાવરની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠના નેતૃત્વ હેઠળની ખાસ કોર્ટની ત્રણ જજોની બેન્ચે કરી છે.

તેમના પર 2007માં ઈમરજન્સી લગાવવા બદલ દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.કિસ્તાનની નવાઝ શરીફની તત્કાલિકન સરકારે આ કેસ કર્યો હતો.2013થી કેસ ચાલતો હતો અને 2014માં પરવેઝ મુશર્રફને આરોપી જાહેર કરવામાં આવ્યા હતા.જોકે કેસ સામે થયેલી અપીલોના કારણે સુનાવણીમાં વિલંબ થયો હતો.એ પછી મુશર્રફ સરકારની અને કોર્ટની મંજૂરીથી 2016માં પાકિસ્તાન બહાર જતા રહ્યા હતા.હાલમાં તેઓ દુબઈમાં રહે છે.

76 વર્ષીય મુશર્રફે સમર્થકોને સંદેશ આપતા કહ્યુ હતુ કે, હું બહુ બીમાર છું અને પાકિસ્તાન આવીને નિવેદન આપી શકુ તેમ નથી.પાકિસ્તાના મીડિયામાં આવેલા અહેવાલો અુસાર મુશર્રફને એક એમિલોઈડોસિસ નામની એક જવેલ્લે જ જોવા મળતી બીમારી છે.જેમાં પ્રોટીન શરીરના અંગોમાં જમા થતુ રહે છે.હાલમાં તેઓ આ બીમારીની સારવાર કરી રહ્યા છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *