હિન્દ મહાસાગરમાં ઓક્સિજનનું ઘટતું પ્રમાણ દરિયાઇ જીવો પર મડરાતું જોખમ

December 11, 2019 - krishana trivedi

No Comments

 

પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરની સરખામણીમાં હિન્દ મહાસાગર પ્રમાણમાં વધુ ધીમો પ્રાણવાયું (ઓક્સિજન) ગુમાવી રહ્યો છે, પણ મરીન (દરિયાઇ) ઇકોલોજી પર તેની વ્યાપક અસર પડી રહી છે, એમ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ નવા અહેવાલમાં જણાવાયું  છે.

ગયા અઠવાડિયાને અંતે બહાર પડાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ફર્ટિલાઇઝરના વધુ ઉપયોગને કારણે-પોષક પ્રદુષણને લીધે વિશ્વના મહાસાગરોમાં ઓક્સિજનનું પ્રમાણ વધુને વધુ ઘટી રહ્યું છે, જેને કારણે સમુદ્ર જીવો અને માછલીઓના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાયું છે. આ સમુદ્રમાં ઓક્સિજનનું પ્રમાણ બે ટકા જેટલું ઘટી ગયું છે.

પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરની સરખામણીમાં આ ફેરફારની તીવ્રતા અહીં ઘણી ઓછી છે કેમ કે શારિરીક લાક્ષણિક ઘણી જુદી છે, તેમાંય ખાસ કરીને ચોમાસાની અસરને ધ્યાનમાં રાખતાં એમ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના વિજ્ઞાાની એસ. ડબલ્યુ. એ જણાવ્યું હતું જેમણે આઇયુસીએન રિપોર્ટમાં ફાળો આપ્યો છે.

પશ્ચિમ બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર માં પાણીનું પ્રમાણં ઘણું છે, જે ખરેખર ઓક્સિજનની ઉપણ સહન કરે છે. આનો અર્થ એ થયો કે જો ફેરફાર પણ નાનો હશે તોય તેની અસર ઘણી વ્યાપક થશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *