‘યૂ ટર્ન’ની હવે હિન્દી રીમેક બનશે

December 11, 2019 - krishana trivedi

No Comments

તામિલ અને તેલુગુ ભાષાની ફિલ્મ ‘યૂ ટર્ન’ની હવે હિન્દી રીમેક બનવા જઈ રહી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મના તેલુગુ અને તામિલ વર્ઝન્સમાં સાઉથ ફિલ્મ્સની જાણીતી એક્ટ્રેસ સમાંથા અકિનેની લીડ રોલમાં હતી.

કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ સમાંથા અને મેકર્સ માટે ખૂબ જ ફાયદાકારક રહી હતી અને હવે આ ફિલ્મ હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવી રહી છે.આ ફિલ્મમાં કેટલાક રહસ્યમય રોડ એક્સિડન્ટ્સના મામલે ઇન્વેસ્ટિગેશન કરતી એક જર્નાલિસ્ટની વાત હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં આ રોલ માટે એક પાવરફુલ એક્ટ્રેસની ઘણા સમયથી શોધ ચાલી રહી હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર્સ સમાંથાને જ હિન્દી ફિલ્મમાં લીડ રોલમાં કાસ્ટ કરવા ઇચ્છતા હતા. જોકે, સમાંથાની એના માટે જે શરતો હતી એના માટે મેકર્સ તૈયાર નથી. હવે આ રોલ તાપસી પન્નુને ઓફર કરવામાં આવ્યો છે. સમાંથાને આ પહેલાં પણ કેટલીક હિન્દી ફિલ્મ્સ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે એ ફિલ્મ્સ માટે ના પાડી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *