રકુલ, અજય અને સિદ્ધાર્થ :ઇન્દ્ર કુમારની ફિલ્મમાં

December 9, 2019 - krishana trivedi

No Comments

રકુલ પ્રીત સિંઘની આ વર્ષે બંને ફિલ્મ્સ હિટ રહી છે. રકુલ, અજય દેવગન અને તબૂ સ્ટારર ફિલ્મ ‘દે દે પ્યાર દે’એ બોક્સ-ઓફિસ પર સો કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

બીજી તરફ ‘મરજાવાં’માં રકુલ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે જોવા મળી હતી. હવે રકુલ તેની આગામી ફિલ્મમાં તેના આ બંને હીરોઝની સાથે જોવા મળશે.

આ ફિલ્મને ઇન્દ્ર કુમાર બનાવશે. એક રિપોર્ટ અનુસાર ઇન્દ્ર કુમાર એક સોશિયલ કોમેડી ફિલ્મ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલ્સમાં રહેશે.

ઘણા સમયથી આ ફિલ્મ માટે ફીમેલ લીડની શોધ ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્દ્ર કુમારે રકુલ પ્રીતનું નામ ફાઇનલ કર્યું છે. આ ફિલ્મમાં રકુલ સિદ્ધાર્થની પ્રેમિકા તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં અજય, સિદ્ધાર્થ અને રકુલ સિવાય અન્ય બે યંગ એક્ટર્સ રહેશે.