જવાને પોતાના જ કંપની કમાન્ડરની હત્યા કરી આત્મહત્યા કરી લીધી

December 9, 2019 - krishana trivedi

No Comments

સેનાના જવાનો વચ્ચે ફરી એક વખત હિંસક અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. રાંચીમાં ખેલગામ સ્થિત સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ આર્મ ફોર્સના એક જવાને પોતાના જ કંપની કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. હત્યા બાદ જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ઝારખંડમાં જવાન ચૂંટણીની ફરજ પર હતા ત્યારે ઘટી હતી. આ અગાઉ છત્તીસગઢમાં જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં છ જવાનોના મોત થયા હતા. પ્રાપ્ય જાણકારી અનુસાર સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ આર્મ ફોર્સના જવાન પોતાના જ કંપની કમાન્ડરની કોઈ વાત પર ગુસ્સે થઈ ગયા હતા. આ તકરારમાં જવાને કંપની કમાન્ડર પર ગોળી ચલાવી દીધી હતી. કંપની કમાન્ડરે ગોળી માર્યા બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *