નીતા અંબાણીને ન્યૂયોર્ક સ્થિત મ્યુઝિયમે બનાવ્યા પહેલા ભારતીય મહિલા ટ્રસ્ટી

November 13, 2019 - krishana trivedi

No Comments

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીને ન્યૂયોર્કના 150 વર્ષ જુના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે.આ સન્માન મેળવનાર તેઓ પહેલા ભારતીય મહિલા છે.

મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ નીતા અંબાણીના મ્યુઝિયમના બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, ભારતીય કલા તેમજ સંસ્કૃતિને સંરક્ષિત કરવામાં નીતા અંબાણીની પ્રતિબધ્ધતા સરાહનીય છે.તેમને બોર્ડમાં સામેલ કરવાથી મ્યુઝિયમની ક્ષમતામાં વધારો થશે.

ન્યૂયોર્ક સ્થિત મેટ્રોપોલિટન મ્યુઝિયમ 150 વર્ષ જુનુ છે.જ્યાં 5000 વર્ષ જુની કલાકૃતિઓ સંરક્ષિત કરીને રખાઈ છે.આખા વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકો આ મ્યૂઝિયમને જોવા માટે આવે છે.નીતા અંબાણી આ પ્રસંગે કહ્યુ હતુ કે, મ્યુઝિયમ દ્વારા ભારતીય કલાના પ્રદર્શનમાં રસ દાખવવામાં આવ્યો છે.તેમના દ્વારા ભારતીય આર્ટને અપાયેલા સમર્થનથી હું પ્રભાવિત થઈ છું.આ પહેલા પણ મ્યુઝિયમે 2017માં એક કાર્યક્રમમાં નીતા અંબાણીને કલા જગતમાં વિવિધતાના પ્રોત્સાહન આપવા માટે સન્માનિત કર્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *