હ્રિતિક અને ટાઇગર સ્ટારર ‘વોર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

August 27, 2019 - deep prajapati

No Comments

હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ‘વોર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 7 દેશો, 15 શહેરો, 4 એક્શન ડિરેક્ટર, 3 ભાષાઓ સાથે ફિલ્મ નું પ્રોડક્સન થયું છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ બન્ને પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાયા છે. ફિલ્મમાં વાણી કપૂર ફીમેલ લીડ રોલમાં છે.

‘વોર’ ફિલ્મને ‘યશ રાજ પ્રોડક્શન’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સને હોલિવૂડના પ્રખ્યાત એક્શન ડિરેક્ટર પૉલ જેનિંગ્સેની સાથે હોલિવૂડના બીજા બે પ્રખ્યાત એક્શન ડિરેક્ટર્સ અને એક બોલિવૂડના એક્શન સીન સ્પેશિયાલિસ્ટે તૈયાર કરી છે. આ રીતે આ ફિલ્મના બધા જ એક્શન સીનની જવાબદારી ચાર એક્શન ડિરેક્ટર્સ પૉલ જેનિંગ્સ, ફ્રાન્ઝ સ્પિલહોસ, સિયોન્ગ ઓહ અને પરવેઝ શેખના ખભા પર હતી.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *