સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે નહીં

August 27, 2019 - deep prajapati

No Comments

ભણશાલી પ્રોડક્શને હાલ  ‘ઈન્શાઅલ્લાહ’ પર કામ ના કરવાનો નિર્ણય લીધો છે. અન્ય નિર્ણયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ચર્ચા છે કે, સલમાન ખાન તથા સંજય લીલા ભણશાલી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સલમાન તથા સંજયે પરસ્પર સહમતિથી હાલમાં આ ફિલ્મ ના બનાવવાનો નિર્ણય કર્યો છે.

સલમાન ખાને કહ્યું હતું કે એક વાત ચોક્કસપણે કહી શકે તેમ છે કે સંજય ક્યારેય પોતાની ફિલ્મ સાથે ગદ્દારી કરશે નહીં. તે ઈચ્છે છે કે તે આ ફિલ્મ બનાવે. તેમની વચ્ચે કંઈ જ બદલાયું નથી. તેઓ આજે પણ સારા મિત્રો છે. તે સંજય લીલા ભણશાલીની માતા (લીલા) તથા બહેન (બેલા) સાથે પણ ગાઢ સંબંધો ધરાવે છે. ભવિષ્યમાં તે અને સંજય ‘ઈન્શાઅલ્લાહ’ પર કામ કરશે.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *