ચર્ચિત હોલીવૂડ ફિલ્મ સીરીઝ “જેમ્સ બોન્ડ” ની 25 મી ફિલ્મ નું ટાયટલ જાહેર કરાયું.

August 27, 2019 - deep prajapati

No Comments

“જેમ્સ બોન્ડ” ફિલ્મ સીરીઝ  ની 25 મી ફિલ્મનું નામ ‘નો ટાઈમ ટુ ડાઇ’ રાખવામાં આવ્યું છે. અગાઉ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘બોન્ડ 25’ રખાયું હતું. ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. જેમ્સ બોન્ડના ઓફિશિયલ ટ્વિટર પેજ પર ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ એક વીડિયો શેર કરીને કરાઈ હતી. આ ફિલ્મ ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006માં ‘કસીનો રોયલ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. ત્યારબાદ તે ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફોલ’ અને ‘સ્પેક્ટર’ ફિલ્મમાં દેખાયો હતો. હવે તે પાંચમી વખત ‘નો ટાઈમ ટુ ડાઇ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડના રોલમાં આખરી વખત દેખાશે.

આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *