શેર કરતાં સોનું સવાયું, 12 દિવસમાં રૂ. 3200 વધી 39200

August 16, 2019 - deep prajapati

No Comments

અમદાવાદ: સેફ હેવન સોનામાં શોર્ટટર્મ ટ્રેડર્સને ઘી-કેળાં જ્યારે ઇક્વિટીના ઇન્વેસ્ટર્સને બેન્ક એફડી કરતાં પણ નીચું રિટર્ન મળી રહ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ સોનાનો ભાવ પહેલી ઓગસ્ટે રૂ.36000 હતું જે અત્યારે 39200 પહોંચ્યો છે આમ સરેરાશ 10 ગ્રામ દીઠ માત્ર 12 જ દિવસમાં રૂ.3200 ઉછળ્યું છે. જ્યારે ચાંદી પહેલી ઓગસ્ટના 41300થી 3700ના સુધારા સાથે 45000 બંધ રહી છે.

શેર બજારમાં છેલ્લા એક માસમાં 5 ટકાની આવેલી મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં સરેરાશ 10 લાખ કરોડનું ધોવાણ થઇ ચૂક્યું છે તેની સામે સોનામાં રોકાણકારોને 10 ટકાથી વધુનું રિટર્ન છૂટ્યું છે. ડોલર સામે રૂપિયો ઘટી 71ની સપાટી ઉપર પહોંચતા સ્થાનિક બજારમાં સોનામાં ઝડપી તેજી જ્યારે શેરબજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. જિઓ પોલિટિકલ ક્રાઇસીસ, ટ્રેડવોર સહિતના કારણો પાછળ હેજફંડો, સેન્ટ્રલ બેન્ક-SPDR ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં ઝડપી વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની ઉંચાઇએ 1542 ડોલર અને ચાંદી 17.45 ડોલરની સપાટીએ પહોચી છે.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *