ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની જાહેરાત આજે સાંજે ૭ વાગે થશે

August 16, 2019 - deep prajapati

No Comments

ભારતીય ક્રિકેટ ટીમને નવો કોચ ૧૬ ઓગસ્ટ શુક્રવાર ના રોજ સાંજે ૭ વાગે મળી જશે.ટીમના મુખ્ય કોચપદ ના ઈન્ટરવ્યું સ્ટાર્ટ થઇ ગયા છે. કપિલદેવ ની આગેવાની માં ક્રિકેટ સલાહકાર સમિતિ આ ઈન્ટરવ્યું લઇ રહી છે. મુખ્ય કોચપદ ની રેસ માં વર્તમાન કોચ રવિ શાસ્ત્રી,રોબીન સિંહ, ટોમ મૂડી, ફિલ સિમોન્સ, માઈક હેસન વગેરે એ અરજી નોધાવી છે.

મુંબઈમાં કોચ પદ માટે શુક્રવારે શરુ થયેલા ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલા રોબિન સિંહ ક્રિકેટ સલાહકાર સમિતિ સામે હાજર થયા હતા. રોબિન સિંહ ઇન્ડીયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સના કોચ રહી ચૂક્યા છે. આ સાથે પણ સપોર્ટ સ્ટાફના નામની જાહેરાત પણ શુક્રવારે કરી દેવામાં આવશે. સપોર્ટ સ્ટાફ માટે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. બીસીસીઆઈના મતે તેમની પાસે કોચ પદ અને સપોર્ટ સ્ટાફ માટે 2000થી વધારે અરજીઓ આવી છે.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *