પિતાના ઘરમાં કરાયો મહિલા પર હુમલો

July 31, 2019 - Atish Parmar

No Comments

નાનપુરા લક્કડકોટમાં તલાક બાદ પિતાના ઘરમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને પૂર્વ પતિએ હુમલો કર્યો હતો. એકલતાનો લાભ લઈને ઘુસેલા પૂર્વ પતિએ હુમલો કરતાં મહિલાએ પોલીસમાં ગઈ હતી. જ્યાંથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવીહતી નાનપુરા લક્કડકોટ વિસ્તારમાં રહેતી 31 વર્ષિય ત્યક્તાએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું કે, તેના પેલા લગ્ન થકી બે બાળકો હતાં. તેની સાથે તલાક થયા બાદ પરિણીતાએ નવાઝ યાસીન સાથે નિકાહ કર્યા હતાં. યાસીન સાથે પાંચ વર્ષના નિકાહ ગાળામાં એક બાળકી થઈ અને યાસીને છ મહિના પહેલા જ તલાક આપી દીધા હતાં. જેથી મહિલા પોતાના પિતાના ઘરે રહેતી હતી. એસિડ ફેંકવાની ધમકીની સાથે મારી નાખવાની ધમકી આપી મહિલાએ પૂર્વ પતિ નવાઝ યાસિન વિરુધ્ધ જણાવ્યું હતું કે, રવિવારે ઘરમાં કોઈ ન હોય યાસિને એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો ત્યારે પરિણીતા બાથરૂમમાં હતી.

Atish Parmar

Leave a comment

Your email address will not be published. Required fields are marked *