શહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી

February 20, 2019 - Umang

No Comments

પુલવામાં માં સી.આર.પી.એફ ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા ના વિરોધ માં સમગ્ર દેશ રોષે ભરાયો છે. આખા દેશ માં ગમગીની ફેલાયેલી છે. એક બાજુ લોકો ની આંખો માં થી આંસુ ટપકી રહ્યા છે તો બીજી બાજુ લોકોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે સખત રોષ જોવા મળી રહ્યો છે.

હાલ આખો દેશ શહીદ સૈનિકો ના પરિવાર ની પડખે ઉભો રહ્યો છે. લોકો દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમદાવાદ ના રાજેન્દ્રપાર્ક વિસ્તાર માં આવેલી હરિઓમ અને વિજયાદશમી સોસાયટી દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન નું પૂતળું બાળવામાં આવ્યું હતું.

આ રેલી માં પાકિસ્તાન મુર્દાબાદ નારા વડે લોકો એ પાકિસ્તાન ને ચેતવણી આપી હતી કે હવે આવી આતંકવાદી પ્રવૃત્તિ ને આશરો આપવાનું બંધ કરી દે નહીં તો પરિણામ જોવા જેવું થશે.

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *