દીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ

February 14, 2019 - krishana trivedi

No Comments

તાજેતરમાં મુંબઇમાં આયોજિત સ્ટાઇલ એન્ડ ગ્લૈમર એવોર્ડમાં બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણને સૌથી ગ્લૈમરસ સ્ટારના પુરસ્કારથી નવાજમાં આવી છે. પોતાની ખૂબસૂરતી અને દિલ જીતવાની અદાઓ સાથે દીપિકા પહેલા પણ અનેક પુરસ્કાર તેના નામે કરી ચૂકી છે.

 ફિલ્મ પદમાવતમાં પોતાના અભિનય માટે ચારે બાજુથી પ્રશંસા મેળવનાર દીપિકા મેટ ગાલા અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર ખૂબ જ નામના મેળવી ચૂકી છે.

તાજેતરમાં દીપિકાએ એશિયાની “સૌથી સેક્સી એશિયાઇ મહિલા” તરીકે પોતાનો ખિતાબ પુન: મેળવ્યો હતો. ત્રણ વર્ષમાં બીજી વાર દીપિકાએ બ્રિટન સ્થિત સમાચાર પત્ર ઇસ્ટર્ન આઇ દ્વારા પ્રકાશિત શીર્ષક હાંસલ કર્યો છે.

વિશ્વમાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આવ્યા પછી, દીપિકા ફોર્બ્સ સેલેબ 100ની યાદીમાં ટોપ 5માં જગ્યા મેળવનાર એક માત્ર મહિલા અભિનેત્રી બની છે. દીપિકા બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાઇ કરનાર પહેલી અભિનેત્રીનો ખિતાબ પણ મેળવ્યો છે.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *