તોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ

February 14, 2019 - krishana trivedi

No Comments

સિનિયર અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી નરગિસ ફખ્રીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ તોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ થયાની જાહેરાત કરાઇ હતી.

છેલ્લા ૧૪-૧૫ મહિનાથી આ ફિલ્મ વિલંબમાં પડી હતી જેનંુ કારણ કોઇને ખબર નહોતી. હવે સંજય દત્ત આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતના રોલની તૈયારી શરૂ કરશે.

બાળકોને સૂસાઇડ બોમ્બર્સ તરીકે તૈયાર કરવાની કથા આ ફિલ્મમાં છે અને એના શૂટિંગનો આરંભ ૨૦૧૭માં કિર્ગીસ્તાનમાં થયો હતો. ત્યારબાદ વચ્ચે શૂટિંગ અટકી પડયંુ હતું અને છેક ૨૦૧૮ના મેમાં ફરી શરૂ થયું હતું. વચ્ચે વચ્ચે કામ શા માટે અટકી પડતું હતું એવા સવાલના જવાબમાં રાહુલ મિત્રાએ કહ્યું કે આ ફિલ્મ બનાવવી ખૂબ અઘરી હતી અને એમાં વીએફએક્સનંુ ટેક્નિકલ કામ વધુ હતું. એટલે મોડું થયું હતું.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *