
February 21, 2019
વિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી
ચીન તેમજ રશિયાએ અવકાશ ક્ષેત્રે મજબૂત તેમજ સક્ષમ સેવા વિકસાવી હોવાથી આ બન્ને રાષ્ટ્રો અમેરિકાની અવકાશીય ક્ષમતા માટે પડકારરૂપ છે તેમ પેન્ટાગોને અહેવાલમાં જણાવ્યું છે. ચીન અને રશિયના આર્મીના સિદ્ધાંતો મુજબ તેઓ અમેરિકા અને સંલગ્ન સૈન્ય કાર્યક્ષમતાને ઘટાડવા માટે અવકાશને એક આધુનિક યુદ્ધ કાઉન્ટર સ્પેસ ક્ષમતા તરીકે જુએ છે તેમ ડીફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વાજા જાહેર કરાયેલા રિપોર્ટમાં પેન્ટાગોને ટાંક્યું છે. આ અહેવાલમાં અવકાશમાં સુરક્ષાને મામલે પડકાર હોવાનું જણાવાયું . સ્પેસમાં એકહથ્થુ સામ્રાજ્ય ધરાવવાના અમેરિકાની યોજનાને આનાથી ધક્કો લાગી શકે છે.
ચીન અને રશિયાએ સ્પેસ આધારિત માહિતી સેવા, સર્વેક્ષણ અને જાસૂસી સેવા પણ વિકસાવી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચીન તેમજ રશિયા તેમની પ્રવર્તમાન સેવાઓ જેમ કે સ્પેસ લોન્ચ વ્હીકલ અને સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમમાં સુધારો કરી રહ્યા છે. સેવાને પગલે બન્ને રાષ્ટ્રોની સેનાની નિયંત્રણ શક્તિ મજબૂત થશે અને વૈશ્વિક સ્તરે તેઓ વધુ વાકેફ બનશે. આ ઉપરાંત તેમની દુશ્મન દેશની ગતિવિધ પર નીરિક્ષણની તાકાત પણ વધશે.
Leave a comment