સવર્ણોને અનામત બાદ મોદી સરકાર મધ્યમ વર્ગ માટે હોમલોનને લઈને કરશે મોટી જાહેરાત?

January 9, 2019 - salvi

No Comments

કેન્દ્ર સરકાર આવી જાહેરાત તેના અંતરિમ બજેટ 2019માં કરી શકે છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અંતિમ બજેટ રજૂ કરશે, સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રી ઈન્કમ ટેક્સમાંથી સેક્શન 80-cમાં ટેક્સ સ્લેબમાં મોટુ પરિવર્તન લાવવાનું એલાન કરી શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા સવર્ણ જાતીને 10 ટકા અનામત આપ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર સવર્ણોની મતબેન્કને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ એઁલાન કરી શકે છે. સૂત્રો અનુસાર ગરીબ લોકો માટે અનામત બાદ હવે મોદી સરકાર મધ્યમ વર્ગને ઈન્કમ ટેક્સમાં મોટી છૂટ આપવાની જાહેરાત કરી શકે છે. સાથે સાથે હોમ લોનમાં રાહત આપવાનું વિચારી રહી છે.

એક રિપોર્ટ અનુસાર કેન્દ્રસ સરકાર આ એલાન આગામી અંતિમ બજેટ 2019માં થઈ શકે છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અંતિંમ બજેટ રજૂ કરશે.

સૂત્રો અનુસાર નાણા મંત્રી ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80-cમાં ટેક્સ સ્લેબમાં મોટુ પરિવર્તન લાવવાનું કામ કરશે. કેટલીક આર્થિક જાણકારોનું માનવુ છેકે નાણા મંત્રી કેટલાક મહત્વપૂર્ણ ઉત્પાદોને કસ્ટમ ડ્યૂટીમાં કાપ મુકી શકે છે. હોમલોનમાં રાહત આપી શકે છે.

આ ભેટ એપ્રીલ-મેમાં સામાન્ય ચૂંટણી પહેલા સરકાર મધ્યમ વર્ગના વોટ પોતાને નામ કરવા કામ કરી શકે છે. ઉપભોક્તાઓ સહિત કારોબારીઓને ફાયદો પહોંચાડવાનો નિર્ણય કરી શકે છે. સૂત્રો અનુસાર આનો આશય નાણા મંત્રાલય તરફથી તૈયારી અંતિમ ચરણમાં છે.

salvi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *