કાંકરિયા કાર્નિવલ માં ખોવાયેલ બાળકો ને પરિવાર સાથે મિલાવતી ગુજરાત પોલીસ

December 29, 2018 - Umang

No Comments

સ્થળ:- કાંકરિયા તળાવસમય સાંજ ના 7 વાગ્યાપોલીસ હેલ્પ ડેસ્ક પર એક આશરે 10 વરસ ની બાળકી રડતી રડતી આવે છે.પ્રેમાળ પોલીસ કર્મચારી સર્વપ્રથમ એ બાળકી ને સ્વસ્થ કરે છે. અને પછી ચાલુ થાય છે એ બાળકી ના પરિવાર સાથેના મિલન નું કાર્ય. ફરજ પર ના પોલીસ કર્મચારી બાળકી નું નામ,સરનામું પૂછે અને પછી એનો એક ફોટો પાડી ને વ્હોટ્સએપ ગ્રુપ માં મોકલે છે. સાથે માઇક વાળા એક પોલીસકર્મી વારંવાર એ બાળકી નું નામ એંઆઉન્સ કરે છે.ત્યાર બાદ કંટ્રોલ રૂમ પર થી પી.એસ.આઈ. કક્ષા ના પોલીસ કર્મચારી આવે છે અને એ બાળકી ને કાંકરિયા કાર્નિવલ ખાતે ના પોલીસ કંટ્રોલ રૂમ ખાતે લઈ જાય છે. અહીંયા એ બાળકી ના મમ્મી એ બાળકી ને ગોતતા ગોતતા આવે છે અને એ બાળકી નું મમ્મી સાથે મિલન થાય છે. અને આ રીતે ગુજરાત પોલીસ એ બાળકી નું મિલન પરિવાર સાથે કરાવે છે.

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *