LRD પેપર લીક: DGP-ATS એસપી સહિત 140 પોલીસ કર્મીની 17 ટીમને દિલ્હીની ગેંગે હંફાવી

December 7, 2018 - Anchal Chaturvedi

No Comments

આ ટીમે દિલ્હીની ગેંગના 2 લોકોના નામ મેળવી લીધા હોવા છતાં તેના સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.

 

લોકરક્ષક દળના પેપર લીક મામલે દિલ્હી ગેંગને શોધવા પોલીસ વડા ઝા, ગુજરાત ATS એસપી(હિમાંશુ શુક્લા), અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(દીપેન ભદ્રન) અને ગાંધીનગરના પોલીસના નેતૃત્વમાં 140 લોકોની 17 ટીમ બનાવી છે. આ ટીમ છેલ્લા પાંચ દિવસથી ત્રણ રાજ્યોમાં ફરી રહી છે. લોકેશન મળવા છતાં એક પણ આરોપી હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી.

રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશમાં તપાસ

હાલ એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની કુલ 17 ટીમો(એક ટીમમાં આઠ જેટલા પોલીસકર્મી) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસના હાથે માત્ર દિલ્હી ગેંગ અને ગુડગાંવના લોકેશન અને બે લોકોના નામ મેળવી શકી છે.

તપાસમાં પોલીસ વડા સહિતના ટોચના અધિકારીઓ

રાજય પોલીસ વડા-શિવાનંદ ઝા
લોકરક્ષક ભરતી બોર્ડ અધ્યક્ષ- વિકાસ સહાય
એટીએસ એસપી (ઈન્વેસ્ટિગેશન)- હિમાંશુ શુકલા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી- દીપન ભદ્રન
ગાંધીનગર જિલ્લા પોલીસવડા- મયુર ચાવડા

એટીએસ-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ- તમામ પીઆઇ-પીએસઆઈ અને તેની સ્ક્વોડ


Fatal error: Out of memory (allocated 2097152) (tried to allocate 8192 bytes) in C:\xampp\htdocs\wp-includes\taxonomy.php on line 3429