1 વાગ્યા સુધી રાજસ્થાનમાં 41% મતદાન; EVM બગડતા કલાકો લાઈનમાં ઉભા રહ્યા નેતા

December 7, 2018 - Anchal Chaturvedi

No Comments

વસુંધરા રાજે ઝાલરાપાટન, સચિન પાયલટ ટોંક અને અશોક ગહલોત સરદારપુરથી ચૂંટણી લડશે

રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટ માટે અને તેલંગાણાની 119 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. અલવર જિલ્લાના રામગઢ સીટ પર બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થવાના કારણે આ સીટની ચૂંટણી પાછી ઠેલી દેવામાં આવી છે. સવારે 1 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 41 ટકા જ્યારે તેલંગાણામાં 11 વાગ્યા સુધીમાં 23 ટકા મતદાન થયું છે. મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજસ્થાનમાં ઘણાં ઈવીએમ મશીન બગડ્યા હોવાની પણ માહિતી મળી છે. આ દરમિયાન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડ જિલ્લાના ઝારલપાટનમાંથી મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસી નેતા સચિન પાયલટે જણાવ્યું છે કે, ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે.

રાજ્યમાં 1951થી અત્યાર સુધી 14 વખત ચૂંટણી થઈ છે. તેમાં ચાર વાર ભાજપ, એક વાર જનતા પાર્ટી અને 10 વાર કોંગ્રેસે સરકાર બનાવી છે. રાજસ્થાનમાં 1993થી અત્યાર સુધી દર વખતે સરકાર બદલાઈ હોવાનો રેકોર્ડ જોવા મળ્યો છે. આ વખતે પણ કોંગ્રેસ આ જ આશાથી ચૂંટણી લડી રહી છે. પરંતુ ભાજપનો દાવો છે કે, આ વખતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા ટૂટશે.

15મી વિધાનસભા માટે રાજસ્થાનના 33 જિલ્લાના 51687 પોલિંગ બુથ પર 4.75 કરોડ મતદારો 2274 ઉમેદવારો માટે વોટિંગ કરશે. તેમાં 2.27 કરોડ મહિલાઓ સામેલ છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી કરાશે. તેલંગાણામાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે.

વોટિંગ કરવા કલાકો લાઈનમાં ઉભા રહ્યા નેતા

જયપુર બુથ પર મતદાન કરવા પહોંચેલા મુખ્ય સચિવ ડીબી ગુપ્તાને ઈવીએમમાં ખરાબી હોવાના કારણે 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જ્યારે બીકાનેરમાં વોટ નાખવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને ઈવીએમ ખરાબ હોવાના કારણે 3 કલાક લાઈનમાં ઉભા રહેવા પડ્યું. તેઓ 8 વાગ્યાના લાઈનમાં ઉભા હતા ત્યારે 11.30 વાગે મતદાન કરી શક્યા હતા.

ઈલેક્શન અપડેટ્સ

– તેલંગાણામાં સુપર સ્ટાપ અર્જુન અને નાગાર્જુને કર્યું મતદાન

– કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે કર્યું મતદાન

– 9 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 6 ટકા અને તેલંગાણામાં 9 ટકા મતદાન નોંધાયું

– સીએમ વસુંધરા રાજેએ કર્યું મતદાન

– કોંગ્રેસ નેતા સચિન પાયલટે મતદાન પછી કહ્યું- જીત પછી અમારા સીએમ ઉમેદવાર નક્કી કરાશે.

Anchal Chaturvedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *