સરકારે ગેરકાયદેસર ઉભી કરાયેલી આવી બીજી 58 પ્રાઈવેટ પ્રોપર્ટીને પણ નોટીસ આપી

December 7, 2018 - Anchal Chaturvedi

No Comments

PNB ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીનો અલીબાગ સ્થિત બંગલો તોડી પાડવામાં આવશેઃ મહારાષ્ટ્ર સરકાર

 

મહારાષ્ટ્રા સરકારે ભાગેડુ જવેલર કારોબારી નીરવ મોદીના અલીબાગ બીચ સ્થિત ગેરકાયદેસર બંગલાને તોડી પાડવા આદેશ કર્યો છે. આ વાત મહારાષ્ટ્રા સરકારે મુંબઈ હાઈકોર્ટને જણાવી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેન્કના 13,000 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે.

સરકારે ગેયકાયદેસર પ્રોપર્ટીઓ સામે પગલા લીધા

– આ અંગે સરકારી વકીલ પી બી કકડે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સરકારે ગેરકાયદેસર ઉભી કરાયેલી આવી બીજી 58 પ્રાઈવેટ પ્રોપર્ટીને પણ નોટીસ આપી છે. આ પ્રોપર્ટી રાજયના નિયમો અને કોસ્ટલ ઝોનના નોર્મનું ઉલ્લંઘન કરતી હોવાના પગલે તેને તોડી પાડવા અંગેની નોટિસ આપવામાં આવી છે. અલીબાગ બીચ પર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા તેને દૂર કરવા અંગે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીના જવાબમાં સરકારે તે મામલે શું પગલા લીધા તે અંગેની જાણકારી સરકારે હાઈકોર્ટને આપતા આ વાત રજૂ કરી હતી.

આ મામલાની વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથધરાશે

– આ અંગે સરકારે કોર્ટમાં સોગાદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે નીરવ મોદીના ગેરકાયદેસર બંગલાને દૂર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં સરકારે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરે 58 જેટલી અન્ય પ્રોપર્ટીને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. આ સિવાય તેના માલિકોને એક જ અઠવાડિયાની અંદર તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે 61 જેટલા પ્રોપર્ટી માલિકો સરકારના આદેશ સામે સ્થાનિક સિવિલ કોર્ટમાંથી સ્ટે લાવ્યા છે. કોર્ટે આ મામલે સરકારની રજૂઆતને સાંભળીને આ અરજીની વધુ સુનાવણી 20 ડિસેમ્બર પર મુલત્વી રાખી છે.

Anchal Chaturvedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *