મુકેશ અંબાણીની દીકરીના લગ્ન માટે ઉદેપુર સજી રહ્યું છે દુલ્હનની જેમ, આવી છે લેક સિટીમાં તૈયારી

December 7, 2018 - Anchal Chaturvedi

No Comments

બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તથા આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈ યોજાશે

બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તથા આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈ યોજાશે. ઉદેપુરમાં આઠ તથા નવ નવેમ્બરના રોજ હોટલ ઉદય વિલાસમાં ગ્રાન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચ ડિસેમ્બરથી વીવીઆઈપી મહેમાનો આવવા લાગ્યા છે. આઠ ડિસેમ્બરના રોજ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટ તથા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને તેમના પતિ આવશે. આ પહેલાં અમેરિકન સુરક્ષા એજન્સી ગાર્ડ્સે ઉદેપુર જિલ્લા પોલીસની સાથે બેઠીને સ્થળની ચકાસણી કરી હતી. અંબાણી પરિવાર તથા સંબંધીઓ ઉદેપુર આવી ગયા છે.

હોટલ બહાર લાગી લાંબી લાઈન્સઃ
સંગીત સેરેમનીની કોરિયોગ્રોફી શામક દામર કરી રહ્યાં છે. શામક દામરની ટીમ ખાસ પર્ફોમ પણ કરવાની છે. હોટલ ઉદયવિલાસના એન્ટ્રી ગેટ આગળ સિક્યોરિટી ચેકિંગ માટે ટેકનિકલ સ્ટાફ તથા મજૂરોની લાંબી લાઈન જોવા મળી હતી.

આઠ ડિસેમ્બરઃ
શનિવાર 8 ડિસેમ્બરના રોજ પિચોલા લેકમાં મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ફંક્શન શરૂ થશે. હોટલ ઓબેરોય ઉદયવિલાસની લૉનને માર્કેપ્લેસમાં ફેરવવામાં આવી છે. અહીંયા 150 સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં જૂના તથા પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે અદ્વિતિય શો-પીસ મૂકવામાં આવશે.

નવ ડિસેમ્બરઃ
રવિવારના રોજ ઉદેપુરના સિટી પેલેસમાં ઈવેન્ટ છે. સિટી પેલેસની અંદર માનક ચૌકમાં ઈવેન્ટ યોજાશે. અહીંયા સાઉન્ડ એન્ડ લાઈટ શોની તૈયારી ચાલી રહી છે. અહીંયા સ્ટેજ બનાવી દેવામાં આવ્યું છે.

ચાર વર્ષ બાદ 24 કલાક ખુલ્લું રહેશે એરપોર્ટઃ
પાંચ ડિસેમ્બરના રોજ એરપોર્ટ પર પાંચ ચાર્ટર પ્લેન ઉતર્યાં હતાં. જેમાં અંબાણી પરિવારની સાથે પ્રિ વેડિંગ સેલિબ્રેશનનો સામાન હતો. અંબાણી પરિવાર તથા તેમના મહેમાનો માટે ચાર વર્ષ પછી ડબોક એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે. આ પહેલાં સંજય હિંદુજાના લગ્નમાં ઉદેપુર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહ્યું હતું. અંબાણી પરિવારે શહેરની તમામ હોટલ્સ બુક કરાવી દીધી હતી. અનેક જગ્યાએ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.

પાંજરામાં લાવ્યા કબૂતરઃ
શાહી ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે ચાર્ટર પ્લેનમાં અંબાણી પરિવારના સામાનની સાથે ત્રણ પાંજરામાં પણ આવ્યા હતાં, જેમાં સફેદ કબૂતરો જોવા મળ્યાં હતાં.

Anchal Chaturvedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *