હિન્દુ મંદિરના અવશેષો પર બંધાયેલી જામા મસ્જિદ તોડી પાડો: સાક્ષી મહારાજ

November 24, 2018 - krishana trivedi

No Comments

અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થળે રામ મંદિર બાંધવાનું હિંદુત્વનું સપનું હજુ સુધી સાકાર થયું નથી, પરંતુ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ લોકસભાની ચૂંટણીઓમાં એક નવા નિવેદન સાથે આવ્યા છે. તેમણે જણાવ્યું દિલ્હીની જામા મસ્જિદને તોડી પાડો કારણ કે તે એક હિન્દુ મંદિરના અવશેષો પર બાંધવામાં આવી છે.ભાજપના નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે મુઘલોએ સમગ્ર ભારતના મંદિરોને તોડી પાડ્યા હતા અને તેમની જગ્યાએ 3,000થી વધુ મસ્જિદો બાંધી હતી. મુઘલોએ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા આ કર્યું હતું. ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક જામા મસ્જિદ, વર્ષ 1644 અને 1656ની વચ્ચે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવી હતી.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ આ કારણે ભાજપની પ્રતિબદ્ધતા પર સવાલ કર્યો હતો કે જ્યારે કાર સેવકોએ માત્ર 17 મિનિટમાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી તો કેન્દ્ર શા માટે એક અધિનિયમ પસાર કરવા માટે આટલો લાંબો સમય લઇ રહ્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે જેવા અન્ય લોકોએ એવી દલીલ કરી છે કે ભાજપ માત્ર રાજકારણ માટે આ મુદ્દાને ઉછાળી રહ્યું છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *