શક્તિ મોહન ફિલ્મ ‘ABCD 3’થી એક્ટિંગ ક્ષેત્રે આવવા જઇ રહી છે.

November 24, 2018 - krishana trivedi

No Comments

ડાન્સર શક્તિ મોહન અત્યારે ડાન્સ પ્લસ ફોરમાં કન્ટેસ્ટન્ટ્સને મેન્ટર કરી રહી છે. પણ, તે રેમો ડિસોઝાની નેક્સ્ટ ફિલ્મ ‘ABCD 3’થી એક્ટિંગ ક્ષેત્રે પણ આવવા જઇ રહી છે. તાજેતરમાં આ ડાન્સ રિઆલિટી શોનો એપિસોડ શૂટ કરાયો હતો. જેમાં સુપર જજ રેમો સ્ટેજ સુધી આવીને શક્તિને સરપ્રાઇઝ આપે છે. 

શક્તિને તે જ સમયે ન્યૂઝ આપે છે કે તે નેક્સ્ટ ફિલ્મમાં કાસ્ટ કરાઇ છે. રેમોએ કહ્યું હતું કે, ‘બધાને ખ્યાલ છે કે ધર્મેશ યેલાંદે, પુનિત પાઠક અને રાઘવ જુયાલ મારી નેક્સ્ટ ડાન્સ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મને અમે ટૂંક સમયમાં શૂટ કરવાનું શરૂ કરીશું. પણ આ કાસ્ટની સૌથી અગત્યની વ્યક્તિ શક્તિ મોહન રહેશે. તે પણ આ ફિલ્મનો અગત્યનો ભાગ રહેશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *