વ્યાજદરોમાં ફેરફાર ન કરે તેવી સંભાવના: RBI

November 24, 2018 - krishana trivedi

No Comments

રિઝર્વ બેન્ક આવતા મહિને તેની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક દરમિયાન વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરે તેવી સંભાવના નથી. ક્રૂડ ઓઈલના ભાવ ઘટી ગયા છે અને કૃષિ પાક સારો થયો છે તે જોતા કોઈ આકરા પગલાં નહીં લેવાય. ડુન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઈકોનોમીના રિપોર્ટ મુજબ કૃષિ ક્ષેત્રે મબલખ પાકને કારણે શાકભાજી અને ફ્રૂટના ભાવ ખાસ્સા નીચા રહ્યા છે, જેને કારણે ખાદ્યચીજોનો ફુગાવાનો દર અંકુશમાં રહ્યો છે.

સરકારની નવી ખરીદી નીતિને કારણે કૃષિ ઉત્પાદનોના ભાવને ટેકો મળશે. D&B ઈન્ડિયાના લીડ ઈકોનોમિસ્ટ અરુણ સિંહે કહ્યું હતું કે ‘ક્રૂડ ઓઈલને કારણે જે વૈશ્વિક જોખમ ઊભું થયું હતું તે હવે હળવું થઈ ગયું છે કારણ કે નજીકના ગાળામાં ક્રૂડના ભાવ નીચા જ રહેશે તેવો અંદાજ છે. તેને કારણે ભારત માટે કરંટ એકાઉન્ટ ડેફિસિટ, રાજકોષીય ખાધ અને ફુગાવા જેવા પરિબળોની ચિંતા હળવી થઈ ગઈ છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *