‘મણિકર્ણિકા” મારા માટે સ્વપ્ના જેવું ડેબ્યૂ છે : અંકિતા લોખંડે

November 24, 2018 - krishana trivedi

No Comments

અંકિતા લોખંડે પહેલી વાર ડેઇલી સોપ ‘પવિત્ર રિશ્તા’થી લાઇમ લાઇટમાં આવી હતી. હવે તે બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ લઇને આવી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટીવી પરથી ફિલ્મોમાં આવવામાં શું તકલીફ પડી તો તેના જવાબમાં અંકિતાએ કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે આ કોઇ ચેલેન્જ છે. આ મારા જીવનનો નવો તબક્કો છે અને હું તેને માણી રહી છું. મારે હંમેશાથી એક એક્ટર બનવું હતું અને મારા માટે આ ફિલ્મ એક સ્વપ્ના સમાન છે.

આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય રોલ કરી રહી છે. અંકિતા આ ફિલ્મમાં જલકારી બાઇનો રોલ કરે છે. જેને ઇતિહાસમાં ‘બીજી ઝાંસીની રાણી’ તરીકે ઓળખવામાં આવે છે. તેને રાણીની સેનામાં સ્ત્રીઓના વિભાગમાં લેવામાં આવી હતી

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *