પ્રણવ દાના પ્રહાર: ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ છે અસહિષ્ણુતા

November 24, 2018 - krishana trivedi

No Comments

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં વધતી અસહિષ્ણુતા અને માનવાધિકારોના હનન તેમજ દેશનું મોટા ભાગનું ધન અમીરોના ખીસ્સામાં જતું હોવાથી ગરીબો વચ્ચે વધતાં અંતર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

– દિલ્હીમાં શાંતિ, સદ્ભાવ અને પ્રસ્ન્નતા તરફઃ સંક્રમણથી પરિવર્તન વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં બોલતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે, “જે દેશે દુનિયાને વસુધૈવ કુટુંબકમ અને સહિષ્ણુતાના પાઠ શીખવ્યાં છે ત્યાં હવે અસહિષ્ણુતા, ગુસ્સો અને માનવાધિકારોનું અતિક્રમણ વધી રહ્યું છે.”


– પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે રાષ્ટ્ર બહુલવાદ અને સહિષ્ણુતાનું સ્વાગત કરે છે અને વિભિન્ન વર્ગમાં સદ્ભાવને પ્રોત્સાહન મળે છે, જે નફરતના ઝેરને સાફ કરે છે. જ્યાં વ્યક્તિગત સુરક્ષાની ગેરંટી હોય ત્યાં લોકતંત્ર સુરક્ષિત હોય છે અને ત્યાં વધુ લોકો ખુશ હોય છે.”
– મુખર્જીએ કહ્યું કે, “આર્થિક દશાઓની ચિંતા કર્યાં વગર લોક શાંતિના વાતાવરણમાં ખુશ રહે છે.”
– એવું નથી પ્રણવ દાએ પહેલી વખત અસહિષ્ણુતાના ઉલ્લેખ કર્યો છે. તેઓ પહેલાં પણ અનેક વખત ઈશારાઓમાં વધતી અસહિષ્ણુતા અંગે નિરાશા વ્યક્ત કરી ચુક્યાં છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *